હાર્વર્ડ યુનિવર્સિટી સેન્ટર ફોર ધ એન્વાયર્મેન્ટ
આભને આંબતી પ્રગતિ કરનારી દુનિયા સામે સૌથી મોટો પડકાર પ્રદૂષિત પર્યાવરણનો છે. માનવજાતે આડેધડ ઉપયોગ કરેલાં કુદરતી સંશાધનો અને સ્રોતોનાં પરિણામો હવે દેખાવા લાગ્યાં છે. પાણીથી લઈને હવામાં શુદ્ધતા રહી નથી. પ્રશ્નોની સામે લડવા માટે દુનિયાની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે અને એમાં એક આગવું નામ એટલે હાર્વર્ડ યુનિવર્સિટી. હાર્વર્ડનુ નામ દુનિયાભરમાં માનભેર લેવામાં આવે છે. આ સંસ્થાની ડિગ્રી હાથમાં હોવી એ જ સુવર્ણ કારકિર્દીનો ભાગ ગણાવવા લાગે છે. હાર્વર્ડ યુનિવર્સિટીની શિક્ષણ ક્ષેત્રે તો ક્રાંતિકારી પહેલ છે જ, પણ પર્યાવરણની દિશામાં અગ્રેસર રહીને સંશોધન કાર્ય કરી રહી છે. એટલું જ નહીં પર્યાવરણના વિષયમાં શ્રેષ્ઠતમ કાર્ય કરી રહેલા સંશોધકોને વૈશ્વિક મંચ પર કામ કરવાની મોકળાશ અને આર્થિક મદદ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. હાર્વર્ડ દ્વારા એક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ ઊભો કરવામાં આવ્યો છે, જેને સેન્ટર ફોર ધ એન્વાયર્મેન્ટના નામથી ઓળખવામાં આ છે. આ સેન્ટર દ્વારા ફેલોશિપ આપવામાં આવે છે. ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.
મહત્ત્વની બાબતો
ભારતીય નાગરિકત્વ હોવું ફરજિયાત છે.સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરેલો હોવો જોઈએ.સેન્ટર દ્વારા માન્ય વિષયોને ફેલોશિપ આપવામાં આવે છે, પરંતુ ઉમેદવારે તેમનું આગળનું સંશોધનાત્મક કાર્ય પર્યાવરણ વિષય સાથે કરવું આવશ્યક છે.
ઉમેદવારે અંગ્રેજી ભાષામાં અભ્યાસ કરેલો હોવો જરૂરી છે.પીએચડીનો અભ્યાસ કરી રહેલા ઉમેદવારો પણ આ ફેલોશિપ માટે અરજી કરી શકે છે, પણ સંશોધનના ક્ષેત્રમાં કાર્યરત હોવા જરૂરી છે અથવા પીએચડીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
ઉમેદવારના હોસ્ટ પણ એપ્લિકેશન કરી શકે છે.
ઉમેદવારનો એકેડેમિક ટ્રેક રેકોર્ડ આઉટ સ્ટેન્ડિંગ હોવો જોઈએ.
સંશોધન કાર્યમાં ઉમેદવારની જે તે વિષયમાં નિપુણતા હોવી જોઈએ.
ઉમેદવારનું સંશોધન પર્યાવરણની દિશામાં હોવું જોઈએ અથવા તેનો પ્રોજેક્ટ પર્યાવરણનો હોવો જોઈએ.
પર્યાવરણના ક્ષેત્રમાં કરેલા નોંધનીય કાર્યની નોંધ પ્રથમ લેવામાં આવે છે.
ઉમેદવારે કોઈ સંગઠન કે સંસ્થા સાથે મળીને પર્યાવરણનો કોઈ પ્રોજેક્ટ કર્યો હશે તો તેમને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.
સહાય
ઉમેદવારને દર વર્ષે 90000 ડોલરની ફેલોશિપ આપવામાં આવે છે.
2500 ડોલર ટ્રાવેલ અને અન્ય ખર્ચ માટે અલગથી આપવામાં આવે છે.
2500 ડોલર સુધીની રકમ રિલોકેશન ખર્ચ માટે આપવામાં આવે છે.
હેલ્થ ઈન્સ્યોરન્સની સુવિધા નિયમોને આધીન આપવામાં આવે છે.
હાર્વર્ડ યુનિવર્સિટીની ફેકલ્ટી સાથે બે વર્ષ કામ કરવા મળે છે.
ઉમેદવારના પ્રોજેક્ટને વધુ ને વધુ પ્રોત્સાહન મળે તે માટે હાર્વર્ડ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે.
અરજી
અરજી ઓનલાઈન કરવાની રહેશે.
અરજી કરતા પહેલાં નિયમોનો અભ્યાસ કરવો જરૂરી છે.
2026 માટે આવતા વર્ષે અરજી કરવાની રહેશે.
ફેલોશિપની માહિતી માટે
https://tinyurl.com/bdz5pabn
પૂછપરછ માટે
[email protected]
સંપર્ક
Harvard University Center for the Environment, 26 Oxford Street, 4th Floor, Cambridge MA 02138
[email protected]
617-495-0368