વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરતા સંશોધકોને પ્રોત્સાહિત કરતી દુનિયાની શ્રેષ્ઠ સંસ્થાઓમાં ધ ઈન્ટરનેશનલ હ્યુમન ફ્રન્ટીયર સાયન્સ પ્રોગ્રામનું નામ પ્રથમ હરોળમાં આવે છે. જોકે, આ સંસ્થાનો ઉદ્ભવ જ દુનિયાના સૌથી શક્તિશાળી દેશો દ્વારા કરવામાં આવ્યો છે. એ વખતે
જી સેવનથી ઓળખતા સમૂહ દ્વારા આ સંસ્થાનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. હવે તો એમાં એક દેશનો વધારો થતાં જી એઈટ તરીકે આ સમૂહ જાણીતો બનેલો છે. 1987ના વરસમાં એ વખતના જાપાનના પ્રધાનમંત્રી યાસુહિરો નાકાસોને વેનિસ સમિટમાં આ સંસ્થાના નિર્માણનો પ્રસ્તાવ રાખ્યો હતો અને ત્યાર પછી ફ્રાન્સમાં હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું છે. વિશ્વભરમાં પથરાયેલી આ સંસ્થા દ્વારા રિસર્ચ ગ્રાન્ટ, પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ અને કરિયર ડેવલપમેન્ટ એવોર્ડ આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા પુરસ્કૃત થયેલા 28 જેટલા સંશોધકોને પાછળથી નોબલ પ્રાઈઝનું સન્માન મળેલું છે. ભારત દેશના ઈચ્છુક સંશોધકો આ સંસ્થા સાથે જોડાવવા ઉત્સુક હોય તો આ ફેલોશિપ તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.
ફેલોશિપ લોંગ ટર્મ ફેલોશિપ ક્રોસ ડિસિપ્લિનરી ફેલોશિપ
મહત્ત્વની બાબતો
ઉમેદવાર પાસે ભારતીય નાગરિકત્વ હોવું જરૂરી છે.
ઉમેદવારે ભારત સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરેલો હોવો જોઈએ.
ઉમેદવારે જે તે વિષયમાં પીએચડીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અથવા તેની સમકક્ષ ડોક્ટરલ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
ઉમેદવારે ઉપરોક્ત બંનેમાંથી કોઈ પણ એક ફેલોશિપ માટે અરજી કરવાની રહેશે.
ફેલોશિપ આ સંસ્થાના મેમ્બર કન્ટ્રીઝ માટે જ માન્ય છે. ભારત દેશના ઉમેદવારો અરજી કરી શકે છે.
ઉમેદવાર જે દેશમાં રિસર્ચ કરવા માટે જવાના હોય ત્યાંના નાગરિક ન હોવા જોઈએ.
ઉમેદવાર કયા દેશમાં રિસર્ચ વર્ક કરી શકે એ માટે મેમ્બર કન્ટ્રીઝની યાદી તપાસી લેવી.
ફેલોશિપનો સમયગાળો વધુમાં વધુ ત્રણ વરસનો રહેશે.
ઉમેદવારે ફરજિયાતપણે લીડ ઓથર તરીકે ઓછામાં ઓછું એક રિસર્ચ પબ્લિકેશન કરેલું હોવું જોઈએ.
ઉમેદવારની પસંદગી હાઈ લેવલ એક્સપર્ટ ઈન્ટરનેશનલ રિવ્યૂ કમિટી દ્વારા કરવામાં આવે છે.
આ ફેલોશિપ મોસ્ટ ટેલેન્ટેડ ઉમેદવાર માટે છે, જેઓ સાયન્ટિસ્ટ તરીકે કરિયર બનાવવા માટે આગળ વધી રહ્યા છે અને વિદેશમાં સંશોધન કરવા માગે છે.
સહાય
ઉમેદવારને પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ માટે ફંડિંગ પૂરું પાડવામાં આવે છે.
લિવિંગ એલાઉન્સીસની સાથે રિસર્ચ એન્ડ ટ્રાવેલ એલાઉન્સીસ પણ આપવામાં આવે છે.
પરિસ્થિતિ અનુસાર અમુક કિસ્સાઓમાં ચાઈલ્ડ એલાઉન્સીસ, પેરેન્ટલ લિવ એલાઉન્સીસ અને રિલોકેશન એલાઉન્સીસ મળવાપાત્ર છે.
એલાઉન્સીસ હોસ્ટ કન્ટ્રીઝના નિયમોને આધીન આપવામાં આવે છે.
અરજી
અરજી ઓનલાઈન કરવાની રહેશે.
અરજી માટેઃ https://proposalcentral.com
આ પોર્ટલ પર ઉમેદવારે એકાઉન્ટ ક્રિએટ કરવાનું રહેશે.
સૌ પ્રથમ લેટર ઓફ ઈન્ટેન્ટ માટે અરજી કરવાની રહેશે.
અરજી સાથે તમામ દસ્તાવેજો આપવાના રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
લેટર ઓફ ઈન્ટેન્ટ
07-15 મે, 2025
પ્રપોઝલ સબમિશન
25 સપ્ટેમ્બર, 2025
ફેલોશિપની માહિતી માટે
https://tinyurl.com/4h6d236m
પ્રપોઝલ સેન્ટર
https://tinyurl.com/y48v4b9y
પૂછપરછ માટે
[email protected]
સંપર્ક
The HFSP fellowship program
12 quai Saint-Jean
67080 Strasbourg
+1 703 964 5840