ભારતીય નાગરિકત્વ ધરાવતા હોવા જોઈએ.
સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરેલો હોવો જોઈએ.
ઉમેદવારે યુનિવર્સિટીના નિયમોને આધીન ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અથવા તેની સમકક્ષ અભ્યાસ કરેલો હોવો જોઈએ.
ઉમેદવારે ઈન્ટરનેશનલ લેંગ્વેજ સહિતની ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી માટે એક્ઝામ આપેલી હોવી જોઈએ.
ઉમેદવારે ગ્રેજ્યુએટ રિસર્ચ ડિગ્રી માટે યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની અરજી કરેલી હોવી જરૂરી છે.
અંગ્રેજી ભાષા પર પકડ હોવી જરૂરી છે.
જે વિષયમાં ઉમેદવાર રસ ધરાવતા હોય તે ફિલ્ડમાં એક્ટિવ હોવા જોઈએ.
આ સ્કોલરશિપ સ્ટાઈપેન્ડ અને ફીના સ્વરૂપે બે કેટેગરીમાં આપવામાં આવે છે.
ઉમેદવારે સ્કોલરશિપ માટેની પસંદગી કરવાની રહેશે.
રિસર્ચ ટ્રેનિંગ પ્રોગ્રામ સ્કોલરશિપ અંતર્ગત ઉમેદવાર ફી અને સ્ટાઈપેન્ડ બંને માટે નિયમોને આધીન અરજી કરી શકે છે.
જે માટે ઉમેદવારે યુનિવર્સિટીના પોર્ટલ પર મેનેજ માય સ્કોલરશિપમાં જોવાનું રહેશે.
ઉમેદવારની પસંદગી અભ્યાસના ક્ષેત્રમાં સંશોધનની ક્ષમતાને આધારે નક્કી કરવામાં આવે છે.
ઉમેદવારનો એકેડેમિક ટ્રેક રેકોર્ડ એક્સલન્ટ હોવો જરૂરી છે.
ઉમેદવારે પસંદ કરેલા વિષયમાં એકેડેમિક એક્સપિરિયન્સ અને વિષયમાં નિપુણતા મહત્ત્વની સાબિત થાય છે.
સહાય
માસ્ટર રિસર્ચ ડિગ્રી માટે ઉમેદવારની બે વરસ સુધીની ફુલ ફીની મદદ કરવામાં આવે છે.
ડોક્ટરલ કેટેગરીની ડિગ્રી માટે ચાર વર્ષ સુધીની ફી માટે સહાય કરવામાં આવે છે.
135000 ડોલર જેવી ફીની મદદ કરવામાં આવે છે.
38500 ડોલર જેવી સ્ટાઈપેન્ડની મદદ કરવામાં આવે છે, જે નિયમોને આધીન અને એપ્લિકેશન પ્રોસેસ પ્રમાણે આપવામાં આવે છે.
રિલોકેશન એલાઉન્સિસ સ્ટેટ અને ટેરેટરીઝ પ્રમાણે એક વખત આપવામાં આવે છે, જે બે હજારથી ત્રણ હજાર ડોલરની આસપાસ આપવામાં આવે છે.
અરજી
અરજી ઓનલાઈન કરવાની રહેશે.
અરજી માટેઃ https://tinyurl.com/v2baw328
એડમિશનની વિગતો અને એકેડેમિક કોર્સ અરજી સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું જરૂરી છે.
સ્કોલરશિપની માહિતી માટે
https://tinyurl.com/yc5akdk5
સંપર્ક
The University of Melbourne
Grattan Street, Parkville
Victoria 3010
Australia