અમેરિકાના 47મા પ્રેસિડન્ટ, જેઓ બીજી વાર ચૂંટાઈને એ પદ પામ્યા છે, એ ડોનાલ્ડ ટ્રમ્પે 20મી જાન્યુઆરી, 2025ના જેવો પ્રેસિડેન્ટોના રહેઠાણ વ્હાઈટ હાઉસમાં પગ મૂક્યો કે તરત જ ઉપરાઉપરી અમેરિકાના ઈમિગ્રેશનને લગતા 1૩ જેટલા એક્ઝિક્યૂટિવ ઓર્ડરો બહાર પાડ્યા.
પરદેશીઓને દક્ષિણની સરહદો ઉપરથી અમેરિકામાં પ્રવેશતા અટકાવતો ઓર્ડર, સસ્પેન્ડ કરતો ઓર્ડર, અમેરિકામાં પ્રવેશતા અરજદારોની પ્રવેશની અરજીઓ પ્રોસેસ કરવાને લગતો ઓર્ડર, બોર્ડર સિક્યોરિટી, રેફ્યૂજી એડ્મિશન્સ અમેરિકાની અંદર ઈમિગ્રેશનને લગતા કાયદાઓનો અમલ, અમેરિકન નાગિરકોની સેફ્ટી, અમેરિકાની નેશનલ સિક્યોરિટી, અમેરિકાના બંધારણના ચૌદમા સુધારા હેઠળ અમેરિકાની ધરતી ઉપર જન્મ લેતા દરેકેદરેક બાળકને અમેરિકન સિટીઝનશિપ પ્રાપ્ત થાય એને લગતો કાયદો.
આ બધા જ ઓર્ડરો દર્શાવી આપે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ઈમિગ્રન્ટો અને એમાં પણ ખાસ કરીને ઈલ્લિગલ ઈમિગ્રન્ટો પ્રત્યે ખૂબ જ નફરત છે. એમની વિચારધારા એવી છે કે ઈમિગ્રન્ટો અમેરિકનોની નોકરીઓ છીનવી લે છે. અમેરિકાના અનેક કોંગ્રેસમેનો, સેનેટરો, અર્થશાસ્ત્રીઓએ આંકડાઓ આપીને જાહેર કર્યું છે કે પ્રેસિડન્ટ ટ્રમ્પના એ વિચારો સાચા નથી. ઊલટાનું ઈમિગ્રન્ટો અમેરિકાને અત્યંત સહાયભૂત થયા છે. તેઓ ટેક્સ દ્વારા અમેરિકાની તિજોરી છલકાવી દે છે અને ગેરકાનૂની કાર્યો ઈમિગ્રન્ટો કરતાં અમેરિકનો જ વધુ પ્રમાણમાં કરે છે. ટ્રમ્પના આ જે એક્ઝિક્યૂટિવ ઓર્ડરો છે એનો અમેરિકાનાં લગભગ બાવીસ જેટલાં રાજ્યોએ વિરોધ કર્યો છે. એમણે જે `બાન બર્થ સિટીઝનશિપ'નો એક્ઝિક્યૂટિવ ઓર્ડર બહાર પાડ્યો છે એને તો કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
વોશિંગ્ટનની વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે 6 ફેબ્રુઆરી, 2025ના વોશિંગ્ટન ટ/જ ટ્રમ્પ આ કેસમાં ટ્રમ્પે `બાન બર્થ સિટીઝનશિપ'નો એક્ઝિક્યૂટિવ ઓર્ડર અમલમાં મૂકવો ન જોઈએ એવો હુકમ બહાર પાડ્યો છે. ટ્રમ્પની સરકાર એ હુકમની સામે અમેરિકાની કોર્ટમાં અપીલ કરવાની છે. 5 ફેબ્રુઆરી, 2025ના દિવસે પણ કાસા ટ/જ ટ્રમ્પ આ કેસમાં મેરીલેન્ડની ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ બાન બર્થ સિટીઝનશિપ અટકાવવા માટે મનાઈહુકમ બહાર પાડ્યો છે.
આ મુજબ જ પ્રેસિડેન્ટ ટ્રમ્પના જે એક્ઝિક્યૂટિવ ઓર્ડરોનો ઉગ્રપણે વિરોધ થઈ રહ્યો છે એ ઓર્ડરો આ મુજબના છે.
(1) ગેરન્ટિંગ ધ સ્ટેટસ પ્રોટેક્શન અગ્નેસ્ટ ઈન્વેઝન, (2) સિક્યોરિંગ યોર બોર્ડર, (૩) માઈગ્રન્ટ પ્રોટેક્શન પ્રોટોકોલ, (4) ટર્મિનેશન ઓફ એક્ઝિક્સ્ટિંગ, કેટેગરિકલ પેરોલ પ્રોગ્રામ, (5) ટ્રાન્સફર ઓફ અસાયલમ સિકર્સ ટુ સેફ થર્ડ કન્ટ્રીઝ ફોર ધ કન્સિડરેશન ઓફ ધેર ક્લેમ્સ, (6) ક્લેરિફાઈંગ ધ મિલિટરીઝ રોલ ઈન પ્રોટેક્ટિંગ ધ ટેરિટોરિયલ ઓફ ધ યુનાઈટેડ સ્ટેટ્સ, (7) રિઅલાઈનિંગ ધ યુનાઈટેડ સ્ટેટ રેફ્યૂજી એડ્મિશન્સ પ્રોગ્રામ, (8) પ્રોટેક્ટિંગ ધ અમેરિકન પીપલ્સ અગ્નેસ્ટ ઈન્વેઝન, (9) ઓર્ગેનાઈઝેશન્સ એઝ ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન્સ એન્ડ સ્પેશિયલી ડિઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ, (10) પ્રોટેક્ટિંગ ધ યુનાઈટેડ સ્ટેટ્સ ફ્રોમ ફોરેન ટેરરિસ્ટ એન અધર નેશનલ સિક્યોરિટી એન્ડ પબ્લિક સેફ્ટી થેરટ્સ, (11) રિસ્ટોરિંગ ધ ડેથ પેનલ્ટી એન્ડ પ્રોટેક્શન પબ્લિક સેફ્ટી, (12) એપ્રોપ્રિયેટ એક્શન્સ ટુ એક્સપાન્ડ ધ માઈગ્રન્ટ ઓપરેશન્સ સેન્ટર એટ નેવલ સ્ટેશન ગુનટાનામો બે ટુ ફુલ કેપેસિટી ટુ પ્રોવાઈડ એડિશનલ ડિટેશન સ્પેસ ફોર હાઈ પ્રાયોરિટી ક્રિમિનલ એલિયન્સ અનલોફુલી પ્રેઝન્ટ ઈન ધ યુનાઈટેડ સ્ટેટ્સ અને (1૩) પ્રોટેક્ટિંગ ધ મીનિંગ એન્ડ વેલ્યૂ ઓફ અમેરિકન સિટીઝનશિપ.
આ એક્ઝિક્યૂટિવ ઓર્ડરો ઓછા હોય એમ વ્હાઈટ હાઉસના ડેપ્યૂટી ચીફ ઓફ સ્ટાફ ફોર પોલિસી અને ટ્રમ્પની હોમલેન્ડ સિક્યોરિટીના એડ્વાઈઝર સ્ટિફન મિલરે હાલમાં જ એવા મતલબનું જાહેર કર્યું છે કે, `કોઈ પણ વ્યક્તિને વિઝા યા ગ્રીનકાર્ડનો હક નથી. જો તમે ટેરરિઝમને સપોર્ટ કરશો તો અમને તમારી જરૂર નથી.' બન્યું છે એવું કે મોહમ્મદ ખલીલ નામના એક ગ્રીનકાર્ડધારક વિદ્યાર્થી પેલેસ્ટાઈનની ચળવળને સપોર્ટ કરતો હતો અને કોલેજમાં એને લગતું ભાષણ આપ્યું હતું. આથી એનું ગ્રીનકાર્ડ પાછું ખેંચી લઈને અમેરિકા બહાર મોકલી દેવાનો ઓર્ડર થયો હતો. હાલ પૂરતો એ ઓર્ડર કોર્ટે સ્થગિત કર્યો છે. ગ્રીનકાર્ડધારકો પણ જો અમેરિકાની વિરુદ્ધ કાર્ય કરી રહ્યા હશે, ચળવળ ચલાવતા હશે, અમેરિકાના વિરોધીઓનો સપોર્ટ કરતા હશે તો એમની પાસે ગ્રીનકાર્ડ હોવા છતાં એમને અમેરિકાની બહાર મોકલી દેવામાં આવશે. આ પગલાથી પણ હજારો ગ્રીનકાર્ડધારકોમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યૂટિવ ઓર્ડરો કેટલા કાયદેસર છે એ તો અમેરિકાની કોર્ટ જ નક્કી કરશે. એમના આ એક્ઝિક્યૂટિવ ઓર્ડરોનું અમેરિકાનાં કેટલાં રાજ્યો બહિષ્કાર કરશે અને કેટલા સપોર્ટ કરશે એનો નિર્ણય ભવિષ્ય લેશે, પણ હાલપૂરતું અમેરિકામાં વસતા લિગલ તેમજ ઈલ્લિગલ ઈમિગ્રન્ટો અને અમેરિકામાં પ્રવેશવા ઈચ્છતા હજારો પરદેશીઓમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પના આવા એક્ઝિક્યૂટિવ ઓર્ડરો અને પગલાંઓ જાણીને ફફડાટ પેસી ગયો છે. તેઓ ચિંતામાં પડી ગયા છે કે શું તેઓ અમેરિકામાં રહી શકશે? અમેરિકા જઈ શકશે?
`સંદેશ'ના વાચકોને ફક્ત એટલું જ જણાવવાનું કે જો તમે કાયદેસર અમેરિકામાં જવા ઈચ્છતા હશો અને અમેરિકા વિરુદ્ધ કોઈ પણ જાતનું કાર્ય કરવાની ઈચ્છા ધરાવતા નહીં હોવ તો તમારે પ્રેસિડેન્ટ ટ્રમ્પના એક્ઝિક્યૂટિવ ઓર્ડરો યા એમના ઈમિગ્રન્ટો પ્રત્યેના વિચારોથી ગભરાવવાની જરૂર નથી. જો તમે ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ્યા હશો અથવા પ્રવેશવાનો ઈરાદો ધરાવતા હશો, ત્યાં પ્રવેશ્યા બાદ એવી કોઈ પ્રવૃત્તિ, જે અમેરિકા વિરુદ્ધ હોય, અમેરિકાને હાનિ પહોંચાડે એવી હોય, અમેરિકાની સુખ-શાંતિમાં ખલેલ પહોંચાડનારી હોય તો તમને અમેરિકાના વિઝા આપવામાં નહીં આવે અને વિઝા હોવા છતાં, ગ્રીનકાર્ડધારક હોવા છતાં અમેરિકા બહાર મોકલી આપવામાં આવશે.
