દુનિયાના નકશામાં નાના એવા દેખાતા જાપાન દેશની સિદ્ધિ અનોખી છે. આત્મનિર્ભર કોને કહેવાય અને આત્મનિર્ભર કઈ રીતે બની શકાય એનું ઉદાહરણ વિશ્વ સામે કોઈ હોય તો એ જાપાન છે. કુદરતી અને કૃત્રિમ આપદાઓની વચ્ચે જાપાન બેઠુ થયું છે. જાપાને વિશ્વની સામે આર્થિક બાબતોથી લઈને શૈક્ષણિક બાબતોમાં નવો રાહ ચીંધ્યો છે. જાપાનના વિચારો, પદ્ધતિ અને પ્રક્રિયાને સંલગ્ન કરીને વર્લ્ડ બેંક દ્વારા વિશેષ સ્કોલરશિપ આપવામાં આવે છે.
અમેરિકા, યુરોપ, આફ્રિકા, ઓશિયા અને જાપાન જેવા દેશોની યુનિવર્સિટીમાં ડેવલપિંગ કન્ટ્રીઝના વિદ્યાર્થીઓ ભણી શકે અને ગ્લોબલ પ્લેટફોર્મ પર પર્ફોર્મન્સ આપી શકે એ માટે વર્લ્ડ બેંકે ધ જોઈન્ટ જાપાન સાથે મળીને સ્પેશિયલ સ્કોલરશિપ પ્રોગ્રામ ડિઝાઈન કર્યો છે. આખી દુનિયાને ધિરાણ કરતી સંસ્થા એટલે વર્લ્ડ બેંક. એ જ વર્લ્ડ બેંક કૌશલ્યસભર પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા આ સ્કોલરશિપ આપે છે. ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.
મહત્ત્વના વિષયો
ઈકોનોમિક પોલિસી મેનેજમેન્ટ
ડેવલપમેન્ટ
ટેક્સ પોલિસી
ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ
પબ્લિક એડમિનિસ્ટ્રેશન
મહત્ત્વની બાબતો
ઉમેદવાર ભારતીય નાગરિકત્વ ધરાવતા હોવા જોઈએ અથવા વર્લ્ડ બેંક મેમ્બર કન્ટ્રીઝના નાગરિક હોવા જરૂરી છે.
ઉમેદવાર પાસે કોઈ ડેવલપ્ડ કન્ટ્રીઝની ડ્યૂઅલ સિટીઝનશિપ ન હોવી જોઈએ.
ભારત સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરેલો હોવો જોઈએ અથવા કરતા હોવા જોઈએ.
ઉમેદવાર જે વિષયમાં માસ્ટર ડિગ્રી કરવા ઈચ્છુક હોય તે નિયમોને આધીન બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
અંગ્રેજી ભાષા પર પકડ હોવી અનિવાર્ય છે.
ઉમેદવારના કોઈ સગાંસંબંધી વર્લ્ડ બેંકના કર્મચારી કે વર્લ્ડ બેંકના કોઈ પદાધિકારી તરીકે સંકળાયેલા ન હોવા જોઈએ.
ઉમેદવારમાં એ ક્ષમતા હોવી જરૂરી છે કે એ પોતાના દેશમાં વિકાસની સકારાત્મક અસર ઊભી કરી શકે.
ઉમેદવાર પાસે વિકાસકાર્યના ક્ષેત્રનો અનુભવ હોવો જરૂરી છે.
સ્કોલરશિપ પ્રોગ્રામમાં પસંદગી પામેલા ઉમેદવાર કોઈ પણ દેશમાં અભ્યાસ કરવા જઈ શકે છે, પરંતુ અભ્યાસ પૂર્ણ થયા બાદ ફરજિયાત પોતાના દેશમાં પરત ફરવાનું રહેશે.
ઉમેદવારે ફરજિયાતપણે જે તે દેશની વર્લ્ડ બેંક દ્વારા માન્ય યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો રહેશે.
યુનિવર્સિટી અને અભ્યાસક્રમની પસંદગી માટે
https://tinyurl.com/2s486afd
પસંદગી
એપ્લિકેશનનું સિલેક્શન એકથી દસના સ્કેલ પર કરવામાં આવે છે.
30 ટકા ક્વોલિટી ઓફ પ્રોફેશનલ વર્ક, 30 ટકા ક્વોલિટી ઓફ પ્રોફેશનલ રિકમન્ડેશન, 30 ટકા ક્વોલિટી ઓફ કમિટમેન્ટ ટુ યોર હોમ કન્ટ્રી અને 10 ટકા ક્વોલિટી ઓફ એજ્યુકેશન બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખવામાં આવે છે.
સમિતિ દ્વારા સરેરાશ સ્કોર જે ઉમેદવારનો વધુ હોય તેમને સ્કોલરશિપ માટે માન્ય કરવામાં આવે છે.
સહાય
ઈકોનોમિક એર રિટર્ન ટિકિટ આપવામાં આવે છે અને ટ્રાવેલ એલાઉન્સીસ ટ્રિપ પેટે 600 ડોલર આપવામાં આવે છે.
જે તે યુનિવર્સિટીની ટ્યૂશન ફીની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
નિયમાનુસાર મેડિકલ ઈન્સ્યોરન્સ આપવામાં આવે છે.
શૈક્ષણિક વર્ષ દરમિયાન એકોડેમેશન, ફૂડ, સ્ટેશનરી સહિત અન્ય ખર્ચ આપવામાં આવે છે.
સ્કોલરશિપની માહિતી માટે
https://tinyurl.com/6kfcbrx3