સ્કિનકેરને લઈને આપણામાંથી ઘણા લોકો કન્ફ્યુઝ રહે છે, કારણ કે દિવસે દિવસે બ્યુટીને લગતી નવી નવી પ્રોડક્ટ લૉન્ચ થતી રહે છે. એમાં કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ અને એ શા માટે ઉપયોગી છે એ અંગે આપણને ખાસ કંઈ ખબર હોતી નથી. પરિણામે ઘણી વખત ન લાવવાની પ્રોડક્ટ લઈ આવીએ છીએ અને ત્વચા માટે બહુ જરૂરી હોય એવી પ્રોડક્ટ છે, જેને દરેક યુવતીના સ્કિનકેર રૂટિનમાં સામેલ કરવી જોઈએ. પછી તમારું એજ ગ્રૂપ ભલે કોઈ પણ હોય. દરેક પ્રકારની ત્વચાને અનુરૂપ સિરમ બજારમાં ઉપલબ્ધ છે. એમાંથી તમારી ત્વચાને સૂટ કરનારું સિરમ ખરીદો. સિરમથી થતા ફાયદા વિશે આજે આપણે વાત કરીશું.


70 ટકા એક્ટિવ ઈન્ગ્રીડિઅન્ટ્સ

સિરમમાં સૌથી મોટો ફાયદો એ છે ક્લીન્ઝર્સ અને મોઈશ્ચરાઈઝર્સમાં પાંચથી 10 ટકા એક્ટિવ ઈન્ગ્રીડિઅન્ટ્સ હોય છે. જ્યારે સિરમમાં તેનું પ્રમાણ આશરે 70 ટકા હોય છે. એનો અર્થ એ કે તમને આ બધા ઈન્ગ્રીડિઅન્ટ્સનો ફાયદો મળશે. જે વિશે બોટલમાં લખ્યું હોય છે. તમે તમારા સ્કિન ટોનને એકસમાન કરવાનું વિચારી રહ્યા છો? ત્વચા પર પડેલી બારીક લાઈન્સને હટાવવા. ચહેરા પર ચમક લાવવા, કાળા ધબ્બા દૂર કરવા સિરમ તમને મદદરૂપ થશે.

ફિલર્સ નહીં થાય

જો તમારી ત્વચા સંવેદનશીલ કે ઍકને પોર્સ જેવી સમસ્યાવાળી હોય તો તમે મિનરલ ઓઈલ્સ જેવા એક્સક્લુઝિવ એજન્ટ્સથી બચવાનો પ્રયત્ન કરશો. બ્યુટીના સંદર્ભમાં એક્સક્લુઝિવ એજન્ટનો અર્થ છે, એવી વસ્તુ જે ત્વચા પર પરત બનાવીને તેને સીલ કરી દે, પરંતુ સિરમને એવી રીતે બનાવવામાં આવે છે, જે ત્વચાની સમસ્યાને પેદા કરનાર ઈન્ગ્રીડિઅન્ટ્સથી મુક્ત હોય છે. તેનો મુખ્ય હેતુ એક્ટિવ એજન્ટ્સ, સ્ટેમ સેલ્સ, વિટામિન્સ અને બીજા ફાયદાકારક મિનરલ્સ તમારી ત્વચાના બહારના પડમાંથી પસાર થઈ અંદર સુધી જાય છે અને ત્વચાને અંદરથી રિપેર કરી નિખારે છે. આ તમામ કામ સિરમ કરે છે.

ઓઈલી કોમ્પ્લેક્શનને કહો અલવિદા

સિરમની કન્સિસ્ટન્સી બહુ હળવી હોય છે. તે મોઈશ્ચરાઇઝરની સરખામણીમાં જલદી એબ્ઝોર્બ થઈ જાય છે. સિરમ ત્વચાની ભીનાશને જાળવી રાખવામાં મદદ કરે છે, કોઈ ગ્રીસી ફીલિંગ વગર. સામાન્ય રીતે યુવતીઓ ગ્રીસી એટલે કે ઓઈલી ત્વચાને નફરત કરે છે. તેમના માટે સિરમ બેસ્ટ છે. ચહેરામાં ભીનાશ જળવાઈ રહે છે અને લાંબા સમય સુધી ત્વચા ઓઈલી લગતી નથી. પરિણામે ખીલ થવાની સમસ્યાથી છુટકારો મળે છે.

પૈસાની બચત

સિરમ વધારે પ્રભાવશાળી હોવાથી એમાં ઈન્વેસ્ટ કરીને તમે ઉત્તમ રિઝલ્ટ મેળવી શકો છે. આ રીતે વધારે પ્રોડક્ટને બદલે તમે સમજદારીપૂર્વક ફક્ત એક પ્રોડક્ટ પાછળ પૈસા ખર્ચશો તો વસૂલ છે. બીજું, સિરમનો ઉપયોગ કરવા માટે વધારે પ્રોડક્ટ વાપરવાની જરૂર નથી. ફક્ત બેથી ત્રણ ડ્રોપ સિરમ લેવાથી કામ ચાલી જાય છે.

  • Follow us on: