વિક્ટોરિયન યુગમાં ઇંગ્લેન્ડના ધનાઢ્ય પરિવારના લોકો ટેબલ ટેનિસ રમતાં હતા. આ ગેઇમને શરૂઆતના સમયમાં પિંગપોંગ કહેવામાં આવતી હતી. 1992માં ટેબલ ટેનિસ નામથી ઓળખાવા લાગી. 1950 સુધી ટેબલ ટેનિસ એશિયાઈ ઉપમહાદ્વીપમાં લોકપ્રિય થઈ ગઈ હતી. ટેબલ ટેનિસની શરૂઆત ઓલિમ્પિકમાં સૌથી પહેલાં સિયોલમાં 1988માં થઈ હતી.


ટેબલ ટેનિસ મેચનો આરંભ એમ્પાયર દ્વારા સિક્કો ઉછાળીને કરવામાં આવે છે. જે ખેલાડી ટોસ જીતે છે તેને બોલને સર્વિસ કરવાની તક મળે છે. ટેબલ ટેનિસમાં બોલને એટલી સ્પીડમાં મારવાનો હોય છે કે સામેનો ખેલાડી બોલ સાથે સંપર્ક કરવામાં નિષ્ફળ રહે, જેથી ખેલાડીને એક અંક મળે છે. જોકે રિસીવર તેને નેટ પર મારી સામેના ખેલાડીને પરત કરવાનો હોય છે. જો ખેલાડી બોલને ઉછાળીને પહેલાં પરત કરવાનો પ્રયત્ન કરે છે, તો તેને ફાઉલ કહેવામાં આવે છે. ટેબલ ટેનિસના નિયમ અનુસાર, એક ખેલાડીએ 11 પોઇન્ટ કરવાના હોય છે. જે ખેલાડી 11 અંક પહેલાં કરી નાંખે છે તે વિજેતા જાહેર કરવામાં આવે છે. એક ખેલાડીને સતત બે વખત સર્વિસ મળે છે. બંને ખેલાડી જો દસ દસ પોઇન્ટ કરે છે તો જીતવા માટે બે અંક વધારે કરવા પડે છે એટલે કે 11ને બદલે 12 પોઇન્ટ કરવાના થાય છે. ઝડપ અને જગ્યા બદલીને ખેલાડી પોતાની સીમા અને શોટ્સ મુજબ અલગ અલગ શોટ્સ રમી શકે છે. જે એમની રમતને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે.


  • Follow us on: