• કરદાતાને શોકોઝ નોટિસ આપવાથી અફસરોના કામનો બોજો વધે છે

  • નોટિસ આપવાની જરૂર છે કે નહીં, તો સમય અને શક્તિનો બચાવ થઈ
  • ટેક્સ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા

કરદાતાને શોકોઝ (ડિમાન્ડ) નોટિસ આપવાથી અફસરોના કામનો બોજો વધે છે, કારણ કે નોટિસનો જવાબ, પર્સનલ હિયરિંગ, લેખિતમાં હુકમ બહાર પાડવો આ બધા કામમાં સમય અને શક્તિનો વ્યય થાય છે. પણ જો ડિમાન્ડ માટે નોટિસ આપ્યાં અગાઉ કરદાતાનો સંપર્ક કરી નક્કી કરવામાં આવે કે નોટિસ આપવાની જરૂર છે કે નહીં, તો સમય અને શક્તિનો બચાવ થઈ શકે છે. નોટિસ પહેલાંના કન્સલ્ટેશનમાં કરદાતાને લાગે કે ખરેખર કર ભરવા પાત્ર છે, તો કરની ભરપાઈ કરી દઈને કરદાતા પેનલ્ટી (દંડ)માંથી બચી શકે છે, અને જરૂર વગરનું લિટિગેશન અટકાવી છે. આ પરિસ્થિતિ ધ્યાનમાં લઈ સરકારે રિપોર્ટ તૈયાર કરાવેલો.

ટેક્સ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કરાયેલા સૂચનો ધ્યાનમાં લઈ સરકારે તા.21 ડિસેમ્બર, 2015ના રોજ લિટિગેશન ઘટાડવાનો એક્શન પ્લાન' જાહેર કરેલો, અને આ પરિપત્રના પેરા નં.5 હેઠળ જણાવેલું કે રૂ.50 લાખથી વધુ રકમનાં કર બાબતે શો-કોઝ નોટિસ આપતાં પહેલાં પ્રિન્સિપાલ કમિશનર અથવા કમિશનર દ્વારા કરદાતા સાથે પ્રિ-નોટિસ કન્સલ્ટેશન કરવું. 'mandatory'એટલે કે ફરજિયાત અને અનિવાર્ય છે. તા. 10-3-2017નાં રોજ એક માસ્ટર સરક્યુલર બહાર પાડવામાં આવેલો અને આ માસ્ટર પરિપત્રનાં પેરા નં. 5.0 હેઠળ પણ જાહેર કરવામાં આવ્યું છે કે રૂ.50 લાખથી વધુ રકમનાં કરની માગણી માટે નોટિસ આપતાં પહેલાં કન્સલ્ટેશન કરવું મેન્ડેટરી ગણાશે.

ના.ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો

તા.23 જુલાઈ, 2021નાં રોજ મે. ધર્મશીલ એજન્સીસ વિ. યુનિયન ઑફ ઇન્ડિયાની પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે ઠરાવ્યું છે કે, પ્રિ-નોટિસ કન્સલ્ટેશન વગર આપવામાં આવેલી શો-કોઝ નોટિસ ગેરકાયદેસર છે, પણ આ ચુકાદાને કારણે પ્રિ-નોટિસ કન્સલ્ટેશન વગર અપાયેલી શો-કોઝ નોટિસને રદબાતલ ગણી સેટ-અસાઈડ કરાયાં બાદ કયાં પગલાં લઈ શકાય તે બાબતે પેચીદી પરિસ્થિતિ ઉભી થાય છે.

ધર્મશીલ એજન્સીસના કેસની વિગતો

આ કેસમાં સર્વિસટેક્સ ખાતાં દ્વારા 2013થી 2017ના ઓડિટ દરમિયાન સર્વિસટેક્સની યોગ્ય રકમ નહીં ભરાયાનું જણાતા તા. 28-2-2019ના રોજ ઓડિટ ઓબ્ઝેક્શનનો રિપોર્ટ જારી કરવામાં આવેલો, અને 2016-17થી જૂન-2017 દરમિયાનનાં સમયમાં થયેલાં વ્યવહારો માટે ટેક્સની જવાબદારી હોવાનો મત ઓડિટ અધિકારીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલો. કરદાતાએ ખુલાસો કરીને જણાવેલું કે ઓડિટ ઑફિસરોનો મત ખોટો હતો. આ સંજોગોમાં સર્વિસટેક્સ ખાતાને કરની માગણી માટે શો-કોઝ નોટિસ આપવાની જરૂરિયાત લાગવાથી સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા 12-4-2019ના રોજ બપોરના 1-55ના સમયે કરદાતાને પ્રિ-નોટિસ કન્સલ્ટેશન માટે કાગળ આપવામાં આવેલો અને તે જદિવસે એટલે કે તા. 12-4-2019ના રોજ બપોરે 2-00 વાગે કમિશનર સમક્ષ કન્સલ્ટેશન માટે હાજર રહેવાનું આ કાગળ દ્વારા જણાવવામાં આવેલું. સ્વાભાવિક છે કે આવા સંજોગોમાં કરદાતા કન્સલ્ટેશનમાં હાજરી આપી ન શકે, અને તેથી વધુ સમય માટે અને કન્સલ્ટેશન માટે બીજી તારીખ આપવાની કરદાતા તરફથી લેખિતમાં માગણી કરવામાં આવેલી. પરંતુ એ જ દિવસે રૂ.1.13 કરોડની માગણી કરતી શો-કોઝ નોટિસ કરદાતાને આપવામાં આવેલી અને આથી કરદાતાએ ના.ગુજરાત હાઇકોર્ટમાં આ શો-કોઝ નોટિસને પડકારેલી.

તા.23-7-2010નો ચુકાદો

ના. હાઈકોર્ટે અરજદારની દલીલો માન્ય રાખી શો-કોઝ નોટિસને રદબાતલ ઠરાવી સેટ અસાઈડ કરી છે. અરજદારની દલીલ કે સરકારી પરિપત્રો અને આવા પરિપત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથા સરકારી અધિકારીઓને બંધનકર્તા છે, તે ના.કોર્ટે સ્વીકારી છે. સરકારી અધિકારીઓ પરિપત્રની વિરુદ્ધ પગલાં ન લઈ શકે તેમ પણ ના.કોર્ટે ઠરાવ્યું છે. સરકાર પક્ષે થયેલી દલીલ કે 2016-17થી જૂન 2017ના સમય માટે શો-કોઝ નોટિસ આપવાની કાયદા પ્રમાણેની સમયમર્યાદા એપ્રિલ, 2019માં પૂરી થતી હોવાથી પ્રિ-નોટિસ કન્સલ્ટેશન અને શો-કોઝ નોટિસ બંને એક જ દિવસે કર્યાં વગર બીજો આરો કે ઉપાય ન હતો, તે પણ ના.કોર્ટે માન્ય રાખી નથી. ઓડિટનો કાગળ તા.28-2-2019નો હોવાથી ના.કોર્ટે ઠરાવ્યું છે કે કન્સલ્ટેશન અને નોટિસ આપવા માટે પૂરતો સમય હતો. અને તેથી તા.12-4-2019ના રોજ કન્સલ્ટેશન માટે બોલાવી તે જ દિવસે આપવામાં આવેલી શો-કોઝ નોટિસ સરકાર દ્વારા જાહેર કરાયેલી મેન્ડેટરી' પ્રથાની વિરુદ્ધ છે. આ કારણોસર શો-કોઝ નોટિસને ફગવી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે, પરંતુ આ હુકમથી કેસનો અંત આવતો નથી. ના. કોર્ટે વધારાની સૂચના અને હુકમો પણ કરેલ છે.

નવી નોટિસની સમય મર્યાદાનો હુકમ

ધર્મશીલ એજન્સીના આ જજમેન્ટમાં ના. ગુજરાત હાઇકોર્ટે અંતમાં ઠરાવ્યું છે કે શો-કોઝ નોટિસ કાયદામાં નક્કી કરવામાં આવેલી સમય મર્યાદામાં આપેલી હોવાથી, પ્રિ-કન્સલ્ટેશન કર્યાં બાદ જો અધિકારીને લાગે કે સર્વિસટેક્સની વસૂલાત કરવાનાં વાજબી કારણો છે, તો નવી નોટિસ આપી શકાશે, અને કરદાતાને આવી નવી નોટિસ સમય મર્યાદા બાદ આપવામાં આવી છે તે બચાવ મળશે નહીં. ના.કોર્ટે અરજદારને આપવામાં આવેલી શો-કોઝ નોટિસ ગેરકાયદે ગણી તેને સેટ અસાઈડ કરતાં સર્વિસટેક્સ ખાતાના યોગ્ય અધિકારીને પ્રિ-નોટિસ કન્સલ્ટેશન માટે કરદાતાને તક આપવાનો હુકમ કર્યો છે. પણ આવા કન્સલ્ટેશન પછી જો શો-કોઝ નોટિસ આપવાની જરૂર ઊભી થાય તો કરદાતાને સમયમર્યાદા (Limitation) નો બચાવ મળશે નહીં તેવો પણ હુકમ કર્યો છે. સમય મર્યાદાના બચાવનો લાભ નહીં આપવાનો હુકમ સર્વિસટેક્સના કાયદાની કલમ 73(1) હેઠળની શો-કોઝ નોટિસ આપવાની સમયમર્યાદાની ગણતરી કરવાની પાર્લામેન્ટ દ્વારા સૂચવવામાં આવેલી પદ્ધતિ સાથે સુસંગત છે એ પ્રશ્ન ઊભો થાય છે.


  • Follow us on: