• પૃથ્વી અને સૂર્યની વચ્ચે જે જગ્યાએ બંનેના ગુરુત્વાકર્ષણ બળ એકસરખાં થઈ જાય તેને લેગ્રેન્જ પોઈન્ટ્સ કહેવામાં આવે છે

સોલાર એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (SoLECS) અને હાઈ એનર્જી L1 ઓર્બિટિંગ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (HELOS) સૂર્યમાંથી એક્સ-રે જ્વાળાઓ અથવા વિશાળ એક્સ-રે ઊર્જા શ્રેણીનો અભ્યાસ કરે છે. મેગ્નેટોમીટર પેલોડ L1 બિંદુ પર આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્રોને માપવામાં સક્ષમ છે.

સૂર્યનો અભ્યાસ કરવાનો આ પ્રથમ તબક્કો છે. અત્યારે આપણી પાસે જે ટેક્નોલોજી છે તેનો ઉપયોગ કરીને ખૂબ જ મર્યાદિત સંખ્યામાં સાધનો લઈ જઈ શકાય છે, પરંતુ ભવિષ્યમાં ટેક્નોલોજીનો વિકાસ થતા વધુ સારું સંશોધન શક્ય બનશે.

લેગ્રેન્જ પોઇન્ટ શું છે? અવકાશમાં તેનું સ્થાન ક્યાં છે? સૂર્યના અભ્યાસ માટે આ સ્થાનની પસંદગી કેમ કરવામાં આવી?

પૃથ્વી અને સૂર્યની વચ્ચે જે જગ્યાએ બંનેના ગુરુત્વાકર્ષણ બળ એકસરખાં થઈ જાય તેને લેગ્રેન્જ પોઈન્ટ્સ કહેવામાં આવે છે. અવકાશમાં તે સ્થાનો છે જ્યાં એક નાની વસ્તુ જો ત્યાં મૂકવામાં આવે તો તે તેની આજુબાજુ બે અવકાશી પદાર્થોના ગુરુત્વાકર્ષણ બળને કારણે સ્થિર રહી જાય છે. તેને Lagrange પોઈન્ટ્સ કહે છે.

સૂર્યના અભ્યાસ માટે પૃથ્વી ઉપરથી અવકાશી યાનને જો આ જગ્યાએ લઈ જવામાં આવે તો પૃથ્વી અને સૂર્યના એક સમાન ગુરુત્વાકર્ષણ બળને કારણે અવકાશયાનને ખૂબ જ ઓછું બળતણ વાપરવું પડે છે. તેને કારણે અવકાશયાન લાંબા સમય સુધી સંશોધનકાર્ય કરી શકે છે.

પૃથ્વી અને સૂર્ય વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ એકસરખાં થઈ જાય તેવા L1, L2, L3, L4 અને L5 તરીકે સૂચિત કુલ પાંચ લેગ્રેન્જ પોઈન્ટ છે. લેગ્રેન્જ પોઈન્ટ્સ સૂર્ય-પૃથ્વી રેખા વચ્ચે આવેલું છે. પૃથ્વીથી L1નું અંતર પૃથ્વી-સૂર્યના અંતરના આશરે 1% જેટલું છે.


  • Follow us on: