અશાંત મનને શાંત રાખવામાં ચંદ્રકાંત મણિ મહત્વનો ભાગ ભજવે છે. તેને ધારણ કરવાથી ફાયદો થાય છે


કાળા ઘોડાની નાળ ઘરની બહારના દરવાજા ઉપર લગાડવી જોઈએ. ઘરની અંદરના દરવાજા ઉપર ક્યારેય લગાડવી નહીં. આ પ્રયોગથી ઘર શનિની કુદૃષ્ટિથી બચેલું રહે છે અને નકારાત્મક શક્તિઓનો પ્રવેશ ઘરમાં વર્જિત થઈ જાય છે. કોઈ ગમે તેટલા જાદુ-ટોણા કરે પણ તેની અસર થતી નથી

ઘોડાની નાળ તો સામાન્ય વસ્તુ છે, પરંતુ કાળા ઘોડાની નાળ દુર્લભ છે. તેને શનિવારના દિવસે કાળા ઘોડાના પગમાંથી કાઢવી જોઈએ. ત્યારપછી તેને સરસવના તેલમાં ડુબાડી રાખવી જોઈએ. તેના પછી 108 વખત 'ॐ શં શનિશ્વરાયૈ નમઃ।' મંત્રના જાપ કરવા જોઈએ. ત્યાર પછી ઘરના દરવાજા ઉપર અર્ધ ચંદ્રાકારની સ્થિતિમાં અર્થાત્ ખૂલેલું મોઢું ઉપરની તરફ રાખીને ચોંટાડી દેવી જોઈએ. ધ્યાન રહે, કાળા ઘોડાની નાળ ઘરની બહારના દરવાજા ઉપર લગાડવી જોઈએ. ઘરની અંદરના દરવાજા ઉપર ક્યારેય લગાડવી નહીં. આ પ્રયોગથી ઘર શનિની કુદૃષ્ટિથી બચેલું રહે છે અને નકારાત્મક શક્તિઓનો પ્રવેશ ઘરમાં વર્જિત થઈ જાય છે. કોઈ ગમે તેટલા જાદુ-ટોણા કરે પણ તેની અસર થતી નથી. શનિની દશા, મહાદશા, અંતરદશા વગેરેથી ગ્રસ્ત જાતકોએ આ લઘુપ્રયોગ જરૂર કરવો જોઈએ.

ઓસ્ટ્રેલિયામાં ઘોડાના પગ ખૂબ જ પહોળા હોય છે અને ત્યાંના લોકો પણ હોર્સસુ-ઘોડાની નાળનો સમૃદ્ધિ માટે ખૂબ જ પ્રયોગ કરે છે. તે ઘોડાની નાળનો ડાયામીટર લગભગ 9થી 12 ઈંચનો હોય છે. બ્રીસલેન્ડમાં ગોલ્ડકોસ્ટના બીચ ઉપર આ નાળ 10 ડૉલરની મળે છે.

ચંદ્રકાંત મણિ (મૂન સ્ટોન)

ચંદ્રકાંત મણિને અંગ્રેજીમાં મૂન સ્ટોન કહે છે. જેનો રંગ પૂનમના ચંદ્રની જેમ દુધિયા હોય છે. તેમજ તે પારદર્શી હોય છે. ચંદ્રકાંત મણિ બધા જ લોકો પહેરી શકે છે. અસલી ચંદ્રકાંત મણિમાં ચંદ્રની છાયા સ્પષ્ટ દેખાય છે. જેમાંથી દુધિયા રંગની આભા દેખાય છે. ચંદ્રકાંત મણિને ચાંદી અથવા સોનામાં જડાવી ટચલી આંગળીમાં ધારણ કરવું જોઈએ. ચંદ્રકાંત મણિ સોમનાથ શિવલિંગનું પ્રતીક હોય છે. ચંદ્રકાંત મણિમાં 16 કલાઓ હોય છે જેને ધારણ કરવાથી 16 કલાઓ ઉત્પન્ન થાય છે. તંત્ર ક્ષેત્રમાં સૌથી વધારે અસર મન ઉપર થાય છે, જે ખૂબ વધારે ચિંતા કરે છે. જેનું મન હંમેશાં અશાંત રહે છે. જે ખૂબ જ ભાવનાત્મક હોય છે. તેમણે ચંદ્રકાંત મણિ અવશ્ય પહેરવો જોઈએ. માનસિક અસ્વસ્થતા તેમજ પેટ સંબંધિત રોગોથી પીડિત જાતકે ચંદ્રકાંત મણિ અવશ્ય ધારણ કરવો જોઈએ. ચંદ્રકાંત મણિની આભાનો રંગ બદલાતો રહે છે. જેવી મનની સ્થિતિ હોય છે તેવી જ ચંદ્રકાંત મણિની આભા હોય છે. ચંદ્રકાંત મણિની માળા પણ હોય છે. જે ખૂબ જ મોંઘી તેમજ દુર્લભ છે. 'ॐ ઐ હ્રીં શ્રી ષોડ્શ કલાયુક્ત સોમમણ્ડલાય નમઃ।' આ મંત્રના 11,000 જાપ કરવાથી ચંદ્રકાંત મણિ ખૂબ જ પ્રાણ-પ્રતિષ્ઠિત તેમજ ચેતનમય થાય છે.

વાંસનાં ફૂલ

વાંસનાં ફૂલ પ્રાપ્ત કરવાં અતિ દુર્લભ છે. જ્યારે વાંસ 50-60 વર્ષનો થઈ જાય છે ત્યારે અચાનક માત્ર એક વાર વાંસના ઝાડમાં ફૂલ ખીલે છે. સામાન્યતઃ લોકો પોતાના જીવનમાં વાંસનાં ફૂલ જોઈ પણ નથી શક્તા. તેથી તાંત્રિક પ્રયોગમાં વાંસનાં ફૂલ ખૂબ ઓછાં જોવા મળે છે. વાંસના ફૂલને શ્રી હ્રીં ક્લીં પુત્રદાયિની કામેશ્વરી

સ્વાહા ।' મંત્રના 21,000 જાપથી અભિમંત્રિત કરીને જો કોઈ વંધ્ય સ્ત્રીના પાલવમાં 7 દિવસ સુધી બાંધવામાં આવે તો એક વર્ષની અંદર તેને પુત્રની પ્રાપ્તિ થાય છે. આસામનાં જંગલોમાં જ્યારે વાંસનાં ફૂલ ઊગે છે ત્યારે સરકાર તુરંત જ તેને કાપી નાખે છે, કારણ કે વાંસનાં ફૂલ ઊગતા જ ઉંદરની પ્રજનનક્ષમતા એટલી બધી વધી જાય છે કે તે ખેતર ઉપર આક્રમણ કરી દે છે અને પાકને નુકસાન કરે છે. હમણાં થોડાં વર્ષો પહેલાં આસામની સરકારે લાખો પુષ્પયુક્ત વાંસનાં ઝાડને કાપી નાંખ્યાં હતાં.

વિષ્ણુક્રાંતાનાં પુષ્પ

વિષ્ણુક્રાંતાનાં પુષ્પ હલકા લીલા રંગના યોનિના આકારનાં હોય છે. તેને યોનિપુષ્પ પણ કહેવામાં આવે છે. વિષ્ણુક્રાંતાનાં પુષ્પનું તાંત્રિક મહત્ત્વ ખૂબ જ છે. વસંત ઋતુમાં આ પુષ્પ શિવજીને અર્પણ કરવાથી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જાય છે. કોઈને સંતાન નથી થતું. પુત્રપ્રાપ્તિની ઈચ્છા છે. મનપસંદ જગ્યાએ વિવાહ કરવા છે. વગેરે સ્થિતિમાં વિષ્ણુક્રાંતાનાં 108 પુષ્પની માળા બનાવી 'હ્રીં ॐ નમઃ શિવાય હ્રીં' મંત્રના જાપ કરતાં કરતાં શિવજીને અર્પણ કરવી. આ નાનકડા પ્રયોગથી પરિણામની સફળતા વધી જાય છે.


  • Follow us on: