બિનસલામત ક્રેડિટ સામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પગલાંથી ક્રેડિટ કાર્ડસની ગતિ મંદ પડી છે. ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરનારી કંપનીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પર્સનલ લોન ગ્રોથની ગતિ ધીમી પડીને 6.8 ટકા થઈ ગઈ છે.
આ આંકડો ડિસેમ્બર 2023થી જૂલાઈ 2024ના વચ્ચેનો છે. જેની સરખામણીમાં ડિસેમ્બર 2022થી જૂલાઈ 2023 સુધીમાં આ આંકડો 20.1 ટકા હતો. છેલ્લા છ મહિનામાં ક્રેડિટ કાર્ડ પ્રાપ્તિનો વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે 23 ટકા હતો. આ આંકડો નાણાંકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિકનો છે. જેણે નાણાંકીય વર્ષ 2024-25ના પ્રથમ કવાર્ટરમાં વાર્ષિક ધોરણે 26 ટકા સાથે બિનસલામત લોનના દરથી પાછળ છે.
નાણાંકીય વર્ષ 2024-25નું પ્રથમ કવાર્ટર કાર્ડ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ પડકારજનક રહ્યું હતું. કેમ કે, ક્રેડિટ ક્વોલિટિ રિસ્ક વચ્ચે નવા કાર્ડ ઈશ્યૂ થવાનું પ્રમાણ માત્ર નવ લાખ જ હતું. એસબીઆઈ કાર્ડ અને પેમેન્ટ સર્વિસિસ જે એકમાત્ર લિસ્ટેડ પ્યોર પ્લે કાર્ડ ઈશ્યૂઅર છે, તેનો વૃદ્ધિ દર જૂલાઈમાં વાર્ષિક ધોરણે 3.5 ટકા સાથે નબળો જોવા મળ્યો હતો. યસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક ઈન્ડસ્ટ્રી ખર્ચથી આગળ છે. એસબીઆઈ કાર્ડએ અપેક્ષા મુજબ, ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. વાર્ષિક ધોરણે કાર્ડ પ્રાપ્તિનો વૃદ્ધિ દર 22 ટકા હતો. આ દર ત્રિમાસિક ધોરણે ચાર ટકા હતો. રિટેલ ખર્ચમાં વાર્ષિક ધોરણે 23 ટકા સાથે વૃદ્ધિ દર મજબૂત હતો. જે દર પણ માસિક ધોરણે ચાર ટકા હતો. ઉપજ અને કોસ્ટ બંને અનુક્રમે 12 અને 13 બેઝિક પોઈન્ટ હતા. નિરિક્ષકોએ ક્રેડિટ કોસ્ટ પર સાવચેતીપૂર્વક નજર રાખવી પડશે. કેમ કે, તેમાં વધુ વધારો થવાથી એસબીઆઈ કાર્ડ અને અન્ય ઈશ્યૂઅર કંપનીઓને વૃદ્ધિમાં કાપ મૂકવા તરફ દોરાવવું પડશે.