ભારતીય બજારની સ્થિતિ હાલ પ્રમાણાં ઘણી નબળી છે. જેમાં ટેકનિકલ રિબાઉન્ડની સંભાવના છે. અલબત્ત સતત વેચવાલીના દબાણનો ઈન્કાર કરી શકાય તેમ નથી. બજારની વૃદ્ધિ હાલ મંદ દેખાઈ રહી છે અને લિવરેજ્ડ એક્સપોઝરમાં ઘટાડો કરવો જોઈએ, જે સમયની માંગ છે. બજારની સ્થિતિને કારણે વિશ્લેષકો દ્વારા સોમવારથી શરૂ થતાં ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન પણ સાવચેતીનો સૂર જાળવી રાખવાની સલાહ આપવામાં આવી છે.


ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી-50માં કરેક્શનનું વિસ્તરણ થતું જોવા મળી રહ્યું છે. વિતેલું સપ્તાહ ઘણું જ ટૂંકુ રહ્યું હતું. શુક્રવારે ગુરૂ નાનક જયંતિના તહેવારને કારણે શેરબજારમાં રજા રહી હતી. એટલે કે, ગત સપ્તાહમાં રોકાણકારોને માત્ર ચાર જ ટ્રેડિંગ સેશન મળ્યા હતા. આ ચારેય સત્રમાં નિફ્ટી-50 પર વેચવાલીનું દબાણ સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું. ગત સમગ્ર સપ્તાહ દરમિયાન બજાર કરેક્શન મોડમાં જ જોવા મળ્યું હતું. નજીવી ઉથલપાથલ વચ્ચે શેરબજારમાં કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો ન હતો. વોલેટાલિટી ગેજ ઈન્ડિયાવીઆઈએક્સ સાધારણ 2.11 ટકા વધીને 14.77 થયો હતો. પાછલા સપ્તાહમાં ટ્રેડિંગ રેન્જ અપેક્ષિત રેખાઓ પર વ્યાપક રહી હતી. નિફ્ટી 852 પોઈન્ટની રેન્જમાં ઓસીલેટ થયો હતો. સપ્તાહ દરમિયાન તેમાં કુલ 615.50 પોઈન્ટ એટલે કે, 2.55 ટકાનો ઘટાડો થયો હતો.

આ સપ્તાહે પણ ટ્રેડિંગ સત્રો ટૂંકા રહેશે. કેમ કે, બુધવારે એટલે કે, 20મી નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજનાર છે. જેથી શેરબજાર આ દિવસે બંધ રહેશે. હાલ બજાર પીડાદાયક મીન-રિવર્ઝન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. અલબત્ત નિફ્ટી 200-ડીએમએથી એક સ્ટેપ નીચે બંધ થયો છે. જે વર્તમાનમાં 23,555ના સ્તરે છે. નિફ્ટી આ મહત્વપૂર્ણ સપાટીને બચાવી રાખવામાં સફળ થયો છે. તદ્દઉપરાંત નિફ્ટી 50 સપ્તાહના એમએની નજીક પહોંચી ગયો છે. જો ઈન્ડેક્સ નિફ્ટીના હાલના બંધ સ્તરનું પરીક્ષણ કરે તો પણ લાંબા ગાળાના પ્રાથમિક અપટ્રેન્ડ હજુ પણ અકબંધ રહેશે.

બે સંભાવનાઓ સ્પષ્ટ છે. ટેકનિકલ પૂલબેકના સ્વરૂપમાં રાહતજનક ઉછાળાને નકારી શકાય નહીં. આ જ પ્રમાણે માર્કેટ હજુ પણ નબળું રહેલું છે. જે વિસ્તૃત સુધારાત્મક દબાણ માટે સંવેદનશીલ છે. સોમવારે નિફ્ટી વૈશ્વિક બજાર સેટઅપને અનુરૂપ ટ્રેડિંગ કરતો જોવા મળશે. 23,650 અને 23,780 પોઈન્ટ સંભવિત પ્રતિકાર સપાટી તરીકે કાર્ય કરી શકે છે. જેનો સપોર્ટ 23,250 અને 23,000 પોઈન્ટ હોઈ શકે છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. સાપ્તાહિત આરએસઆઈ 43.26 છે. જેણે નવીન 14-સમયગાળાની નીચી સપાટી બનાવી છે. જે મંદીવાળી છે. જે તટસ્થ પણ રહે છે અને કિંમતથી વિરૂદ્ધ કોઈ વિચલન નથી બતાવતું. સાપ્તાહિક એમએસીડી મંદીયુક્ત છે અને પોતાની સિગ્નલ લાઈનથી નીચે રહે છે. વિસ્તરણ હિસ્ટોગ્રામ ડાઉનટ્રેન્ડ દરમિયાન ઝડપી ગતિ દર્શાવે છે. કેન્ડલ્સ પર એક લાંબી બ્લેક બોડી બનેલી છે. જેણે નીચેની તરફ ટ્રેન્ડની મજબૂતીને દર્શાવી છે. પેટર્ન વિશ્લેષણથી જાણવા મળે છે કે, નિફ્ટીએ પોતાના 200-ડીએમએને બચાવી રાખવા માટે એક કમજોર પ્રયાસ કર્યો છે. અલબત્ત નિફ્ટી આ મહત્વપૂર્ણ સ્તરેથી થોડોક નીચે બંધ થયો છે. કોઈપણ વધુ ઘટાડો ઈન્ડેક્સને 50 સપ્તાહના એમએના અન્ય મહત્વપૂર્ણ સપોર્ટ લેવલનું પરીક્ષણ કરાવી શકે છે. જે 23,253 પોઈન્ટની સપાટી પર મુકવામાં આવે છે. ઉપરાંત ઈન્ડેક્સે વિસ્તૃત ટ્રેન્ડલાઈન પર સપોર્ટ લીધો છે. જે 50 સપ્તાહના એમએની નજીક પણ રહે છે.

એકંદરે બજાર નબળાં અન્ડરકરન્ટ સાથે ટ્રેડ થઈ રહ્યું છે. ટેકનિકલ રિબાઉન્ડ અને રાહતજનક ઉછાળાને નકારી શકાય નહીં. જો કે બજારો સતત વેચાણના દબાણ માટે પણ સંવેદનશીલ છે. અને નીચલા સ્તરની કસોટીને પણ નકારી શકાય નહીં. માર્કેટ બ્રેથ નબળી છે, જે ચિંતાની બાબત છે. આગામી ટ્રેડિંગ સપ્તાહ માટે અત્યંત સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે, એમ બજાર નિષ્ણાતોએ જણાવ્યું હતું.


  • Follow us on: