ભારતની વધતી જતી વીજ માંગ તેના આર્થિક વિસ્તરણ સાથે આંતરિક રીતે જોડાયેલી છે. છેલ્લા દાયકામાં 5.8 ટકાના સરેરાશ વૃદ્ધિ દર સાથે રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન અને શહેરીકરણ જેવી સરકારી પહેલો દ્વારા દેશની ઝડપી આર્થિક વૃદ્ધિ, વીજ માંગમાં સતત વધારો થવાની ધારણા છે. સૌ માટે 24 કલાક અને સાતેય દિવસ પાવર, સૌભાગ્ય યોજના, ગ્રીન એનર્જી કોરિડોર અને પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ્સ(પીએલઆઈ) જેવી મુખ્ય નીતિઓ આ માંગને વધુ સમર્થન આપી રહી છે. જેનો ઉદેશ્ય મજબૂત અને સ્થિતિસ્થાપક ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે.
નાણાંકીય વર્ષ 2018-19 અને નાણાંકીય વર્ષ 2023-24ની વચ્ચે ભારતના પાવર સેક્ટરમાં રોકાણ અંદાજે રૂ.14.7 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. અને આ વલણ ચાલુ રાખવા માટે સીઆરઆઈએસઆઈએલ કન્સલ્ટિંગ દ્વારા નાણાંકીય વર્ષ 2024-25થી નાણાંકીય વર્ષ 2028-29 સુધી રૂ.24.5 લાખ કરોડ તથા રૂ.25.5 લાખ કરોડની વચ્ચે વધુ રોકાણનો અંદાજ છે. આ રોકાણનો મોટાભાગનો હિસ્સો રિન્યુએબલ એનર્જી (આરઈ) ક્ષમતા વિસ્તરણ તરફ જશે, જેમાં આરઈનો હિસ્સો ભાવિ પેઢીના રોકાણના 70 ટકાથી વધુ છે. આ આરઈ ક્ષમતાના 215-225 ગીગાવોટના અપેક્ષિત ઉમેરા સાથે સંરેખિત છે, જે આ સમયગાળા દરમિયાન કોલસા આધારિત પ્લાન્ટ્સમાંથી 25-27 ગીગાવોટ દ્વારા પૂરક છે.










