- ઓઈલ ઈન્ડિયા : માર્કેટ કેપ : 8.5 અબજ ડોલર, સીએમપી : 653, ટાર્ગેટ પ્રાઈસ 775, 19 ટકા અપસાઈડ, બાય
- નાણાકીય વર્ષ 2025-26માં અનુક્રમે 3.7 એમએમટી અને 4.2 બીસીએમ તેલ તથા ગેસનું ઉત્પાદન કર્યું
- નાણાકીય વર્ષ 2025-26 માટે મેનેજમેન્ટના 9 એમએમટીઓઈથી નીચે છે
કંપનીની સમીક્ષા બેઠકમાં ઓઈલ ઈન્ડિયા (ઓઆઈએનએલ)ના મેનેજમેન્ટએ નાણાકીય વર્ષ 2023-24ની 6.5 મિલિયન મેટ્રિક ટન ઓફ ઓઈલ ઈક્વેલન્ટ (એમએમટીઓઈ) ઉત્પાદન ક્ષમતા સામે તેને નાણાકીય વર્ષ 2025-26 સુધી 9 એમએમટીઓઈ સુધી લઈ જવાનો પુનરોચ્ચાર કર્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં ઓઈલનું ઉત્પાદન 3.4 એમએમટીથી વધીને 3.8 એમએમટી થયું છે. અને નાણાકીય વર્ષ 2024-25 અને 2025-26માં ચાર એમએમટીથી વધી જશે. જ્યારે ગેસ ઉત્પાદન નાણાકીય વર્ષ 2025-26માં પાંચ બીસીએમ થવાનો અંદાજ છે. તેનાથી વિપરીત કંપનીએ નાણાકીય વર્ષ 2025-26માં અનુક્રમે 3.7 એમએમટી અને 4.2 બીસીએમ તેલ તથા ગેસનું ઉત્પાદન કર્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં મૂડી ખર્ચ ગાઈડન્સ રૂ.69 અબજ હતું. નાણાકીય વર્ષ 2023-24માં મૂડી ખર્ચ રૂ.59 અબજ હતો. નુમાલીગઢ રિફાઈનરી ડિસેમ્બર 2025માં શરૂ થવાની છે, જેમાં પારાદીપ-નુમાલીગઢ પાઈપલાઈન વિસ્તરણ સપ્ટેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે. એનઆરએલ ખાતે નાણાકીય વર્ષ 2024-25ના બીજા કવાર્ટરમાં રૂ.72 અબજના ખર્ચે પીપી પ્રોજેક્ટ (360 કેટીએ ક્ષમતાનું) શરૂ થશે.
અમે નાણાકીય વર્ષ 2024-25માં અને 2025-26 માટે અમારી ઉત્પાદન વોલ્યૂમ ધારણામાં બે ટકાથી ત્રણ ટકાનો વધારો કર્યો છે. જે નાણાકીય વર્ષ 2025-26 માટે મેનેજમેન્ટના 9 એમએમટીઓઈથી નીચે છે. વોલ્યૂમ ડિલિવરી કંપનીના ટકાઉ આઉટપર્મોન્સને જાળવી રાખવા મહત્વપૂર્ણ છે. અમે માનીએ છીએ કે, મધ્યમથી લાંબા ગાળા માટે પાઈપલાઈનમાં સંશોધન અને વિકાસ ટકાઉ વોલ્યૂમ ગ્રોથ માટે ચાવીરૂપ છે. ખાસ કરીને નાણાકીય વર્ષ 2025-26 બાદ. અનુક્રમે 3.7 એમએમટી અને 4.2 બીસીએમ તેલ તથા ગેસનું ઉત્પાદન કર્યું હોવાથી ટાર્ગેટ પ્રાઈસ વધારીને રૂ.775 કરેલ છે.










