આર્ટ્સ, સાયન્સ અને ફિલોસોફીનું ગ્લોબલ સેન્ટર એટલે ફ્રાન્સ. દુનિયામાં સૌથી વધુ પ્રવાસીઓ જે દેશની મુલાકાત લે છે એ ફ્રાન્સ. ફિલ્મ, સ્પોર્ટ્સ, બિઝનેસથી લઈને એજ્યુકેશનમાં ફ્રાન્સનો વૈભવ અનેરો જોવા મળ્યો છે. ફ્રાન્સ અને ભારતનો નાતો જૂનો અને પુરાણો છે. ભારતીય સિનેમાને વૈશ્વિક પ્રોત્સાહન આપવામાં ફ્રાન્સનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે.
એ જ રીતે આપણા વૈજ્ઞાનિકોને સન્માન આપવામાં પણ ફ્રાન્સ આગળ રહ્યું છે. ભારત અને ફ્રાન્સનો ઘાટો સંબંધ વધુ મજબૂત બને એ માટે વરસોથી ભારતીય વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્કોલરશિપ આપવામાં આવે છે. ભારતના મહાન વૈજ્ઞાનિક સી. વી. રામનના માનમાં ફ્રાન્સમાં વિવિધ સ્કોલરશિપ આપવામાં આવે છે. ફ્રાન્સના ફિઝિક્સ નોબલ વિજેતા જ્યોર્જેસ ચર્પાકના નામથી ફેલોશિપ, સ્કોલરશિપ અને એક્ચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ભારતીય વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવામાં આવે છે. ચર્પાક એક્ચેન્જ પ્રોગ્રામ ભારતના એ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે છે, જેઓ એક સેમેસ્ટરનો અભ્યાસ ફ્રાન્સમાં કરી શકે. ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.
મહત્ત્વની બાબતો
ભારતીય નાગરિકત્વ ધરાવતા હોવા જોઈએ. તદુપરાંત ઉમેદવાર ફરજિયાતપણે ભારતમાં રહેતા હોવા જોઈએ.
ભારત સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા હોવા જોઈએ.
આ એક્સચેન્જ પ્રોગ્રામ સ્કોલરશિપ બેચલર, માસ્ટર લેવલની કોઈ પણ ડિગ્રી માટે માન્ય રહેશે.
ઉમેદવારની વય 30 વરસથી વધુ ન હોવી જોઈએ.
ઉમેદવાર એક્ચેન્જ પ્રોગ્રામ અંતર્ગત જે સેમેસ્ટરમાં અભ્યાસ કરવા માટે જવા ઉત્સુક હોય એમને છેલ્લા સેમેસ્ટરમાં ફ્રાન્સની શૈક્ષણિક સંસ્થાના નિયમોને આધીન માર્ક્સ મેળવેલા હોવા જરૂરી છે.
ઉમેદવાર જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા હોય એ સંસ્થાનું એક્ચેન્જ પ્રોગ્રામ માટે રજિસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે.
આ સ્કોલરશિપનો સમયગાળો એકથી ચાર મહિનાનો રહેશે. અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને સમયગાળો નક્કી કરવામાં આવે છે.
ઉમેદવાર પાસે ફ્રાન્સ લેંગ્વેજ સર્ટિફિકેટ હોય તો તેમને આ સ્કોલરશિપ મેળવવામાં માટે લાભદાયી થાય છે.
આ સ્કોલરશિપ માત્ર સેમેસ્ટર એક્સચેન્જ પ્રોગ્રામ માટે છે. ફુલ ટાઈમ ડિગ્રી માટે માન્ય ગણવામાં આવશે નહીં.
પસંદગી
ઉમેદવારની અરજી ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા માન્ય છે તેની ખરાઈ કરવામાં આવે છે.
એકેડેમિક ટ્રેક રેકોર્ડ ચકાસવામાં આવે છે. જેના આધાર પર ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે.
ઉમેદવારની પસંદગી મેરિટ લિસ્ટ પર નહીં, પરંતુ એકેડેમિક એક્સલન્સ અને સ્ટેટમેન્ટ ઓફ પર્પોઝના આધાર પર કરવામાં આવે છે.
પસંદગીનો નિર્ણય સમિતિનો હોય છે અને એ માન્ય રાખવામાં આવે છે.
સહાય
ઉમેદવારને દર મહિને 860 યુરોની આર્થિક મદદ કરવામાં આવે છે.
ઉમેદવારને વિઝા અને તે સંબંધિત ફીમાં સહયોગ કરવામાં આવે છે.
નિયમોને આધીન એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફી માટેની સગવડતા કરી આપવામાં આવે છે.
એફોર્ડેબલ સ્ટુડન્ટ એકોમોડેશન માટે પૂરતી મદદ કરવામાં આવે છે.
અરજી
અરજી ઓનલાઈન કરવાની રહેશે.
અરજી માટેઃ https://t.ly/9XRFU
આ પોર્ટલ પર એકાઉન્ટ ક્રિએટ કરવાનું રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
21 ઓક્ટોબર, 2024
પૂછપરછ માટે
[email protected]
સ્કોલરશિપ માહિતી માટે
https://t.ly/tCr_x