હવે જ્યારે ગર્ભાશયના મોંના કેન્સરના નિદાનની વાત આવે તો હવે તો બધાને ખબર છે કે `PAP TEST' કરાવી લેવો જોઈએ.


આ PAP TEST (Papanicolov) એ ગર્ભાશયના મોંના કેન્સરના નિદાન માટેનો પાયાનો ટેસ્ટ છે. આ ખૂબ જ સરળ ટેસ્ટ છે અને તે OPD પ્રોસીજર તરીકે જ કરી લેવામાં આવે છે. સ્ત્રીઓમાં માસિક સ્રાવ વગરના દિવસોમાં એ થવો જોઈએ. તેમાં એક wooden stickથી ગર્ભાશયના મોં ઉપરથી સ્ક્રેપ કરીને નમૂનો લઈ શકાય છે. ફક્ત બે મિનિટમાં જ આ ટેસ્ટ માટે નમૂનો લઈ શકાય છે અને તેને માઈક્રોસ્કોપીની તપાસ માટે મોકલી આપવામાં આવે છે. હવે તો કોષની જાણકારી ઉપરાંત LIR bar DNA pap test પણ કરાય છે, જે HPV ચેપની માહિતી આપી શકે છે. આ સામાન્ય રીતે એક જનરલ તપાસ છે. દરેક સ્ત્રીઓએ આ ટેસ્ટ કરાવવો જોઈએ અને એકવાર રિપોર્ટ નેગેટિવ આવે તો દર ત્રણથી પાંચ વર્ષે રીપિટ કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે, 65 વર્ષની ઉંમર પછી Pap ટેસ્ટ કરાવવાની જરૂર હોતી નથી. ગર્ભાશયના મોંના કેન્સરના શરૂઆતના સ્ટેજમાં બની શકે કે દર્દીને કોઈ જ ફરિયાદ ન હોય, પરંતુ માસિક ચક્ર સિવાયના ગાળામાં રક્તસ્રાવ થવો કે પછી શરીર સંબંધ રાખ્યા પછી રક્તસ્રાવ થવો એ એક ચેતવણી રૂપ ફરિયાદ છે અને આ ફરિયાદ દર્દીએ ગંભીરતાથી લેવી જોઈએ અને ગાયનેક ચેકઅપ કરાવી લેવું જોઈએ. આ ઉપરાંત ખૂબ જ ગંધ મારતો શ્વેતપ્રદર, લોહીયુક્ત શ્વેતપ્રદર કે પછી ગાયનેક તપાસમાં ગર્ભાશયના મોં ઉપર થયેલી ખરાબ પ્રકારની ચાંદી કે મસો પણ ગર્ભાશયના કેન્સર તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ ઉપરાંત સમાગમ વખતે દુખાવો કે કમરદર્દને પણ અવગણવું જોઈએ નહીં. ખૂબ જ આગળ વધી ગયેલું Cacxમાં તો પેટમાં, ફેફસાંમાં, લીવરમાં પણ કેન્સર પ્રસરેલું જોવા મળે છે.

અગાઉ જણાવ્યું તેમ PAP ટેસ્ટ એ પ્રાથમિક Screening ટેસ્ટ છે, પરંતુ 50% કિસ્સાઓમાં આ ટેસ્ટનું પરિણામ ખોટું પણ આવી શકે છે અને એટલે જ જરૂરી કિસ્સાઓમાં cx.Biopsy અથવા તો ગર્ભાશયના મોંમાંથી એક ટુકડો લઈને તેનું લેબોરેટરીમાં HPE કરાવવામાં આવે છે. આ ઉપરાંત Colposconic guided Biopsyમાં દૂરબીનથી પહેલાં Acetic Acidથી ગર્ભાશયના મોં ઉપર લગાવવાથી ચાંદીનો ખરાબ ભાગ વધારે સ્પષ્ટ દેખાય છે અને તેના ઉપર Lugol આયોડિન લગાવવાથી Contract સ્ટેઈન થાય છે. આ માટે પંચ ફોરસેપ્સ કે પછી cold knife વાપરવામાં આવે છે. કેટલીકવાર Loop electricle Excision કે ગર્ભાશયના મોંની COLPOSCORIC GUIDED BIOPSY પણ કરવામાં આવે છે, જેમાં ગર્ભાશયના મોંમાં અંદરના પડમાં જ માઈક્રોસ્કોપિક સ્ટેજમાં કેન્સરનું નિદાન આવે છે. કેટલીકવાર વધારાની તપાસ જેવી કે સોનોગ્રાફી, CT SCAN કે MRIની મદદથી પણ કેન્સરનો ફેલાવો જાણી શકાય છે.

આમ, એકવાર બાયોપ્સી થઈ જાય અને કેન્સરનું નિદાન થાય એટલે તેનું સ્ટેજ નક્કી કરવામાં આવે છે. પહેલાંના જમાનામાં માઈલ્ડ, મોડરેટ કે સિનિયર કેન્સર કહેવાતું. હવે પ્રથમ સ્ટેજને કારસીનોમા ઈન સીટુ (CIN) કહેવામાં આવે છે. જેને ત્રણ સ્ટેજ CIN-1, CIN-2 અને CIN-3માં ભાગ પાડવામાં આવે છે. હવે બાયોપ્સીના રિપોર્ટમાં 80% કિસ્સાઓમાં સ્કેવેમસ સેલ કેન્સર આવે છે. જ્યારે 15% કેસોમાં એડિનોકારસીનોમાંનું નિદાન થાય છે. કેટલાકમાં એડીનો સ્કેવેમસ કેન્સર તો કોઈકમાં ન્યુરોએન્ડો ક્રાઈન કેન્સર, glany કેન્સર કે ગ્લેન્ડ્યુલર એડિનોકારસીનોમાં જેવું નિદાન પણ લેબોરેટરીમાંથી આવી શકે છે.

આ બધી તપાસ ઉપરથી કેન્સરનું સ્ટેજ નક્કી કરવામાં આવે છે. જેમાં સ્ટેજ 1A, સ્ટેજ 1B, સ્ટેજ 2A, 2B, સ્ટેજ 3B, સ્ટેજ 4A અને સ્ટેજ 4B મૂકવામાં આવે છે.


  • Follow us on: