કેળવણીમાં સૌથી મહત્ત્વનું પાસું બાળ કેળવણી છે. નાની વયે શિક્ષણની યોગ્ય દિશા કંડારવામાં આવેલી હોય તો એ રાષ્ટ્રની ઉન્નતિનો માર્ગ તૈયાર કરે છે. એટલે જ મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોએ બાળ કેળવણી પર વિશેષ ભાર મૂક્યો હતો.

દુનિયા આખી અનેક પડકારોનો સામનો કરી રહી છે અને ગરીબીરેખા નીચે જીવી રહેલા પરિવારનાં બાળકો શિક્ષણ સાથે જોડાયેલાં રહે અને ડેવલપમેન્ટ થાય એ માટે જેકોબ ફાઉન્ડેશન તરફથી રિસર્ચ માટે ફેલોશિપ આપવામાં આવે છે. આ ફેલોશિપ ચાઈલ્ડ એન્ડ યૂથ ડેવલપમેન્ટના રિસર્ચ પર આપવામાં આવે છે. શિક્ષણમાં પરિવર્તનના પ્રવાહને સમજવા અને સ્વીકારવા માટેના કાર્ય પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને આ પ્રકારનાં કાર્યોમાં સંશોધનાત્મક કામ કરી રહેલા તજ્જ્ઞો, અભ્યાસુઓને પ્રોત્સાહિત કરવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.

રિસર્ચ એરિયા

એજ્યુકેશન સાયન્સીસ

સાયકોલોજી

ઈકોનોમિક્સ

સોશિયોલોજી

બિહેવેરિયલ સાયન્સ

કમ્પ્યૂટર સાયન્સ

પેગોજી

લિંગ્વિસ્ટિક્સ

ન્યૂરો સાયન્સીસ

સાયન્સ ઓફ લર્નિંગ

મહત્ત્વની બાબતો

ભારતીય નાગરિકત્વ ધરાવતા હોવા જોઈએ.

સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરેલો હોવો જરૂરી છે.

ઉમેદવારે છેલ્લાં દસ વર્ષમાં પીએચડીની ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે.

ઉમેદવાર હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ અથવા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સાથે કાર્યરત હોવા જોઈએ.

સંસ્થા દ્વારા નિર્ધારિત થયેલા રિસર્ચ એરિયામાં ઉમેદવારે હાઇ ક્વોલિટી રિસર્ચ કરેલું હોવું જોઈએ.

સંસ્થાના ફેલોશિપ નેટવર્ક અને એક્ટિવિટીઝમાં યોગદાન આપવાનું રહેશે અને તેના માટે પ્રતિબદ્ધ રહેવું જરૂરી છે.

અંગ્રેજી ભાષા પર પકડ હોવી જરૂરી છે.

એકેડેમિક ટ્રેક રેકોર્ડની સાથે ઉમેદવારનો એજ્યુકેશન ગ્રાફ એક્સલેન્ટ હોવો જોઈએ.

પસંદગી

ઉમેદવારના અનુભવ અને ભૂતકાળમાં કરેલાં સંશોધન કાર્યોનાં પ્રમાણ અને સિદ્ધિઓને ધ્યાનમાં રાખવામાં આવે છે.

સાયન્ટિફિક કમ્યુનિટીમાં સર્જનાત્મક નેતૃત્વ કરવાની સંભાવના હોવી જરૂરી છે.

સાયન્ટિફિક ક્વોલિટી ઓફ મેથડ એન્ડ ડેટાને ધ્યાનમાં લેવામાં આવે છે.

હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ લર્નિંગને પ્રમોટ કરવાની ક્ષમતા હોવી જોઈએ.

ઉમેદવારના સંશોધન કાર્યમાં ઈન્ટરનેશનલ રિલેવન્સ હોવું જરૂરી છે.

સંસ્થાનાં ધ્યેયોને સમર્થન આપવાની સાથે એ કાર્યમાં સહભાગી થવાની ખાતરી આપવી આવશ્યક છે.

સહાય

ઉમેદવારને રિસર્ચ માટે દોઢ લાખ સ્વિચ ફ્રેન્ક આપવામાં આવે છે. ઈન્ડિયન રૂપીઝમાં આ આંકડો એક કરોડ બેતાળીસ લાખ રૂપિયા જેવો થાય છે.

ફેલોશિપનો સમયગાળો ત્રણ વર્ષનો નિર્ધારિત કરવામાં આવેલો છે.

એડિશનલ ફંડિંગ માટે પ્રોજેક્ટના પુરાવા આપવાના રહે છે.

નિયમોને આધીન નોન ફાઇનાન્સિયલ બેનિફિટ પણ આપવામાં આવે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ

04 ફેબ્રુઆરી, 2025

અરજી

અરજી ઓનલાઈન કરવાની રહેશે.

અરજી માટેઃ https://tinyurl.com/bdcv54ph

અરજી સાથે ઉમેદવારે સંશોધન કાર્ય અને એકેડેમિક રેકોર્ડની માહિતી આપવાની રહેશે.

અરજી કરતાં પહેલાં સંસ્થાના નિયમો અને એકાઉન્ટ ક્રિએટ કરવાની માહિતીનો અભ્યાસ કરી લેવો જરૂરી છે.

સ્કોલરશિપની માહિતી માટે

https://tinyurl.com/49dumvuu

પૂછપરછ માટે

[email protected]