- નોમુરાના મતે મોર્ગેજ ફઈનાન્સર એચડીએફ્સીના મર્જરથી બજાજ ફાઈનાન્સ મોટો લાભ મળશે
- જિયો ફાઈનાન્સિયલ સહિતને મોટો લાભ મળશે
- એનબીએફ્સી ગ્રૂપમાં તે 25 ટકાથી વધુ એક્સપોઝર રાખી શકે નહિ
એચડીએફ્સી બેંકમાં હાઉસિંગ ડેવલપમેન્ટ ફઈનાન્સ કોર્પોરેશન(એચડીએફ્સી)ના મર્જરને કારણે નોન-બેંકિંગ ફઈનાન્સિયલ કંપનીઝ(એનબીએફ્સી) તેમજ હાઉસિંગ ફાઈનાન્સિયર્સ માટે હવે રૂ. 1.5 લાખ કરોડની બેંક લિમિટ પ્રાપ્ય છે એમ એનાલિસ્ટ્સ જણાવે છે. રિઝર્વ બેંક ઓફ્ ઈન્ડિયાએ નિર્ધારિત કરેલી મર્યાદા મુજબ સિંગલ એનબીએફ્સીમાં બેંક્સ 20 ટકાથી વધુ ટિયર વન કેપિટલનું એક્સપોઝર ધરાવી શકે નહિ. જ્યારે એક એનબીએફ્સી ગ્રૂપમાં તે 25 ટકાથી વધુ એક્સપોઝર રાખી શકે નહિ. 31 માર્ચ, 2023ના રોજ એચડીએફ્સી લિમિટેડનું કુલ બોરોઇંગ 69.14 અબજ ડોલર પર જોવા મળતું હતું. આમાંથી બેંક્સ તરફ્થી 23 ટકા ટર્મ લોન્સનો સમાવેશ થતો હતો. જે લગભગ 15.9 અબજ ડોલર અથવા તો રૂ. 1.5 લાખ કરોડ જેટલી થવા જાય છે. એચડીએફ્સી બેંકમાં મર્જર પછી એચડીએફ્સી લિમિટેડનું આ એક્સપોઝર હવે એનબીએફ્સી/એચએફ્સી ક્લાસિફ્કિેશનમાંથી દૂર થયું છે એમ એનાલિસ્ટ્સ જણાવે છે. આનો અર્થ એવો નથી જ થતો કે કોસ્ટ ઓફ્ ફ્ંડ્સમાં ઘટાડો જોવા મળશે પરંતુ એનબીએફ્સી બેંક્સ પાસેથી તેટલાં જ દરે હવે નોંધપાત્ર પ્રમાણમાં મોટી રકમ ઊભી કરી શકશે. આનો લાભ સમગ્ર સેક્ટરને મળશે પરંતુ વિદેશી બ્રોકિંગ કંપની નોમુરાના મતે બજાજ ફઈનાન્સ અને તેની હાઉસિંગ ફાઈનાન્સ સબસિડિયરી બજાજ હાઉસિંગ ફઈનાન્સ માટે આ મોટી પોઝીટીવ બાબત છે. બજાજ ફઈનાન્સ વૈવિધ્યીકરણ ધરાવતી લાયેબિલિટી ફ્રેન્સાઈઝ ધરાવે છે. જે તેના AAA રેટિંગ સાથે મજબૂત ટ્રેક રેકર્ડ ધરાવે છે. જે છેલ્લાં ઘણા વર્ષોમાં તે મોટી બેંક્સ સાથે ફ્ંડીંગ કોસ્ટના ગેપને ઘટાડવામાં સહાયરૂપ બની છે એમ નોમુરાના એનાલિસ્ટ્સે તેમની તાજી નોંધમાં જણાવ્યું છે. વરિષ્ઠ બેંકિંગ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ જે એનબીએફ્સી મજબૂત ટ્રેક રેકર્ડ ધરાવે છે તેમને ફ્ંડ્સ સરળતાથી મળી રહેશે. જેમાં જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ કે ચોલામંડલમ ફઈનાન્સ જેવી એનબીએફ્સી તેમની ઓઉનરશીપને કારણે બેંક્સ પાસેથી નાણા મેળવી શકશે એમ તેઓ જણાવે છે. જો કશું પણ ખોટું થાય તો બેંકને કોઈની ખાતરી જરૂરી બની રહે છે. બેંક્સ તરફ્થી પ્રાઈવેટ ઈક્વિટીને ખાસ ભરોસાપાત્ર જામીનદાર તરીકે ગણવામાં નથી આવતો. તેઓ મજબૂત પ્રમોટર્સ ઈચ્છતાં હોય છે એમ તેઓ ઉમેરે છે. હાલમાં બજાજ ફાઈનાન્સની લાયેબિલિટી મિક્સમાં 30 ટકા હિસ્સો બેંક્સનો છે. ચોલામંડલમમાં 49 ટકા અને શ્રીરામ ફાઈનાન્સમાં 24 ટકા બેંક્સનો હિસ્સો છે.










