- ફિલ્મફેર એવોર્ડમાં 2023માં રિલીઝ થયેલી બિગ બજેટ
- મોટા સ્ટારવાળી ફિલ્મો પર ઓછા બજેટવાળી
- સમાજ પર ચાબખાં મારતી ફિલ્મો છવાઈ
ફિલ્મફેર એવોર્ડમાં આ વર્ષે શાહરુખ, સલમાન, આમિર ખાન જેવા મોટા સ્ટારની જગ્યાએ નાના પરદાના પણ એક્ટિંગના ખરા એક્કા કહેવાતા અભિનેતાઓની ફિલ્મોએ બાજી મારી હતી. માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી ટોકિંગ પોઇન્ટ બનેલી 12TH ફેલ ફિલ્મે ફિલ્મફેરમાં પણ બાજી મારીને બેસ્ટ ફિલ્મને એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આ સાથે 12TH ફેલ ફિલ્મમાં પોતાની એક્ટિંગથી દિલ જીતનાર વિક્રાંત મેસીને બેસ્ટ એક્ટર ક્રિટિક્સથી સન્માનિત કરવામાં આવ્યો હતો. વિધુ વિનોદ ચોપરાને 12TH ફેલ માટે બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ સ્ક્રીનપ્લેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સાથે આદિવાસીઓની પરિસ્થિતિને વાંચા આપતી મનોજ બાજપેયી સ્ટારર જોરમ મૂવીને અને તદ્દન અલગ જ વિષય સાથે રજૂ થયેલી OMG-2ને બેસ્ટ સ્ટોરીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ યાદીમાં વિકી કૌશલની ઉમદા એક્ટિંગ વાળી ફિલ્મ સેમ બહાદુરનો પણ સમાવેશ થાય છે જેને પણ ફિલ્મ ફેરમાં ઘણા એવોર્ડ જીત્યા હતા.










