- કંપનીની આવક પણ નજીવા ઘટાડે રૂ. 22,520 કરોડ પર જોવા મળી
- કંપનીની લાર્જ ડીલ્સનું કુલ મૂલ્ય 1.3 અબજ ડોલર પર પહોંચ્યું
- આઈટી પ્રોડક્ટ્સ સેગમેન્ટની આવક રૂ. 147 કરોડ પર રહી
દેશમાં ચોથા ક્રમની આઈટી કંપની વિપ્રોએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 2,667 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 2,649 કરોડના નફા સામે 0.1 ટકાની સાધારણ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 0.1 ટકા ઘટાડા સાથે રૂ. 22,520 કરોડ પર નોંધાઈ હતી. જ્યારે ચોખ્ખી આવક 0.5 ટકા ઘટી રૂ. 2,650 કરોડ રહી હતી.
કંપનીના સીઈઓ અને એમડી થિએરી ડેલાપોર્ટેએ જણાવ્યું હતું કે અનિશ્ચિત મેક્રો એન્વાર્યમેન્ટ વચ્ચે પણ અમે નવા ઓર્ડર્સ મેળવ્યાં હતાં. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 10 કરોડ ડોલરથી ઊંચું મૂલ્ય ધરાવતાં 22 એકાઉન્ટ્સ મેળવ્યાં હતાં. જે સંખ્યા 2020-21માં કંપનીએ દર્શાવેલી સંખ્યા કરતાં બમણી હતી. કંપનીની લાર્જ ડીલ્સનું કુલ મૂલ્ય 1.3 અબજ ડોલર પર પહોંચ્યું હતું. જે છેલ્લા નવ ક્વાર્ટર્સમાં સૌથી ઊંચું હતું. આઈટી પ્રોડક્ટ્સ સેગમેન્ટની આવક રૂ. 147 કરોડ પર રહી હતી. કંપનીએ ક્વાર્ટર દરમિયાન 13.4 ટકાનું એટ્રિશન નોંધાવ્યું હતું. જે નવ ક્વાર્ટર્સમાં સૌથી નીચું લેવલ હતું. કંપનીએ પડકારજનક સમયગાળામાં કેટલાંક મહત્ત્વના નિર્ણયો લીધાં હતાં. જે તેની લાંબાગાળાની મહત્ત્વાકાંક્ષાઓને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યાં હતાં. તેણે ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ જાળવ્યું હતું. કંપનીએ મોટી સંખ્યામાં કર્મચારીઓને આર્ટિફ્િશિયલ ઈન્ટેલિજન્સ માટે ટ્રેનીંગ પૂરી પાડવા સાથે તેમનું રિસાઇક્લિંગ હાથ ધર્યું હતું.










