• યશની પત્ની રાધિક પંડિતે પોતે પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો

  • દીકરા યથર્વએ પોતે પસંદ કરી હતી પાર્ટી થીમ
  • વીડિયોમાં યશ તેના પુત્રની પાર્ટીમાં પહોંચતો જોવા મળી રહ્યો છે

'KGF' ફેમ એક્ટર યશ અને તેમની પત્ની રાધિક પંડિતે તેમના પુત્ર યથર્વના ચોથા જન્મદિવસ પર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીનો વીડિયો યશની પત્ની રાધિક પંડિતે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.યથર્વની આ ભવ્ય બર્થડે પાર્ટીમાં બાળકો માટે ફન ગેમ્સ, ડાન્સિંગ અને ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું હતું. વીડિયોમાં યશ તેના પુત્રની પાર્ટીમાં પહોંચતો જોવા મળી રહ્યો છે. જેમાં યશ અને રાધિકા બાળકો સાથે ગેમ રમતા અને એન્જોય કરતા જોવા મળ્યા હતા.સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતા રાધિકાએ જણાવ્યું કે આ બર્થડે પાર્ટીની થીમ તેના પુત્ર યથર્વે પોતે પસંદ કરી હતી.રાધિકાએ લખ્યું 'તેમના વ્યક્તિત્વને અપનાવીને તેમણે આ અનોખી થીમ પસંદ કરી.' યશ અને રાધિકાના લગ્ન 2016માં થયા હતા. દંપતીને બે બાળકો છે. પુત્રી આર્ય અને પુત્ર યથર્વ.'વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો ફેન્સ યશની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. તેની આગામી ફિલ્મનું કામચલાઉ શીર્ષક 'યશ19' છે. KGF ફ્રેન્ચાઈઝીથી યશને હિન્દી સિનેમામાં ઓળખ મળી હતી.


  • Follow us on: