- 208 કરોડનું ડોમેસ્ટિક કલેક્શન
- બોક્સ ઓફ્સિ કલેક્શનમાં 'ડંકી' 100 કરોડ ક્લબમાં સામેલ
- રવિવારે ફ્લ્મિના હિન્દી વર્ઝનની ઓક્યુપન્સી 48.27% હતી
પ્રભાસની ફ્લ્મિ 'સાલારે' ત્રીજા દિવસે જ ગ્લોબલ બોક્સ ઓફ્સિ પર 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને ઈતિહાસ રચી દીધો છે. ટ્રેડ એનાલિસ્ટના મતે માત્ર બે દિવસમાં લગભગ રૂ. 300 કરોડ (295.7)નું બોક્સ ઓફ્સિ કલેક્શન કરનારી આ ફ્લ્મિે રવિવારે પણ શાનદાર બિઝનેસ કર્યો હતો. ફ્લ્મિે ભારતીય બોક્સ ઓફ્સિ પર ત્રીજા દિવસે 61 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે તેમનું કુલ બોક્સ ઓફ્સિ કલેક્શન 208 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. રવિવારે ફ્લ્મિના હિન્દી વર્ઝનની ઓક્યુપન્સી 48.27% હતી. ઉત્તર અમેરિકામાં, સાલારે અત્યાર સુધીમાં 5.1 મિલિયન ડોલરની કમાણી કરી છે. બીજી તરફ્ શાહરુખ ખાનની ફ્લ્મિ 'ડંકી'એ ચોથા દિવસે દેશભરમાં 31 કરોડ 50 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે તેમણે દેશમાં કુલ 106 કરોડ 43 લાખ રૂપિયાની કમાણી કરી છે. હવે દેશભરમાં 'ડંકી'નું કલેક્શન 106 કરોડ 43 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. 'ડંકી' ફ્લ્મિ 'સાલાર'ના એક દિવસ પહેલાં 21 ડિસેમ્બર (ગુરુવારે) રિલીઝ થઇ હતી. વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરીએ તો 'ડંકી'એ પહેલા દિવસે 58 કરોડ રૂપિયા અને બીજા દિવસે 45.4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે તેણે 54.22 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફ્લ્મિે ત્રણ દિવસમાં વૈશ્વિક સ્તરે 157.22 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે. હાલમાં, તેના ચોથા દિવસ એટલે કે રવિવારના ગ્લોબલ કલેક્શનની વિગતો જાહેર કરવામાં આવી નથી.










