• મુંબઈની ફાઇવસ્ટાર હોટલમાં વેડિંગ ફંક્શન યોજાયું

  • જિયો વર્લ્ડ સેન્ટરમાં રિસેપ્શન યોજાશે
  • નો-ગિફ્ટ પોલિસી' : મહેમાનોને કોઈ ગિફ્ટને બદલે દાન કરવાનું કહેવાયું

આમિર ખાનની દીકરી ઈરા ખાને બુધવારે સેલિબ્રિટીઝ ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરે સાથે લગ્નગ્રંથિએ જોડાઈ હતી. મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલ ખાતે યોજાયેલા લગ્ન સમારોહમાં આમીર ખાનની બન્ને પૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ અને પરિવારના નજીકના સભ્યોએ હાજરી આપી હતી. મંગળવારે મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં હલ્દી અને મહેંદી સેરેમની યોજાયા બાદ બુધવારે ઈરાએ નૂપૂર સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતાં. મુંબઈના દરિયા કિનારા નજીક આવેલી હોટલમાં અદાજિત 900 મહેમાનોની હાજરીમાં આ ભવ્ય લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો.

હોટલની સી સાઈડ લૉનમાં રજિસ્ટર્ડ મેરેજ યોજવામાં આવ્યા

ઈરાનાં રજિસ્ટર્ડ મેરેજ મુંબઈની પ્રખ્યાત ફાઇવસ્ટાર હોટેલ તાજ લેન્ડ્સ એન્ડમાં થશે. આ હોટેલ બાંદ્રાના બેન્ડ સ્ટેન્ડમાં છે. ખાસ વાત એ છે કે આ સ્થળ સલમાન અને શાહરુખના ઘરની નજીક છે. આ સમગ્ર કાર્યક્રમ તાજ લેન્ડ્સ એન્ડના દરિયા કિનારે આવેલા લૉનમાં યોજવામાં આવશે. ફ્લ્મિી દુનિયાની અનેક ઘટનાઓ તેમાં બનતી રહે છે. અહીં પ્રિયંકા ચોપરાનું રિસેપ્શન યોજાયું હતું.

ઈરા-નૂપુરનાં લગ્ન માટે આમિર ગાવાનું શીખ્યો

આમિર ખાનની બહેન નિખત ખાને જણાવ્યું કે ઈરા અને નૂપુરનાં લગ્ન પરંપરાગત મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં નહીં થાય. એક ઈન્ટરવ્યુ દરમિયાન નિખતે કહ્યું 'આમિર તેની દીકરીનાં લગ્ન માટે ગાવાનું શીખી રહ્યો છે અને તે ઢોલ પર ગાવાની પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. સંગીત સમારોહમાં આપણે બધા સાથે મળીને ઢોલ વગાડીશું અને લગ્ન ગીતો ગાઈશું. અમારો પરિવાર બનારસ, દિલ્હી અને લખનૌથી આવે છે. જ્યારે રીનાનો પરિવાર દિલ્હી અને પંજાબથી આવે છે. તેણે વધુમાં જણાવ્યું કે ઈરા અને નૂપુરનાં લગ્ન પરંપરાગત મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં નહીં થાય. ઉલટાનું, બંને 3 જાન્યુઆરીએ રજિસ્ટ્રાર ખાતે લગ્ન કરીને ઉદયપુર જશે.

દીકરીના લગ્નનું આમંત્રણ આપવા આમિર ખાન પૂર્વ પત્ની કિરણ અને પરિવાર સાથે જાતે સાયરા બાનુના ઘરે પહોંચ્યો

મંગળવારની મોડીરાત્રે આમિર ખાન તેની માતા ઝિનત હુસૈન, બહેન નિખત ખાન અને પૂર્વ પત્ની કિરણ રાવ સાથે પીઢ અભિનેત્રી સાયરા બાનુના ઘરે પહોંચ્યાં હતાં. બધાએ સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી. સાયરા બાનુએ તેના સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યા છે. પીઢ અભિનેત્રીએ આમિર ખાન માટે એક લાગણીસભર પોસ્ટ લખી. તેમણે લખ્યું, 'આમિર ખાન મારા માટે ખૂબ જ ખાસ છે. મુશ્કેલ સમયમાં તે હંમેશાં મારી સાથે રહ્યો છે. આમિર ખાન આજે પણ દિવંગત અભિનેતા દિલીપ કુમારના કામની પ્રશંસા કરે છે.'

નો-ગિફ્ટ પોલિસી' : મહેમાનોને કોઈ ગિફ્ટને બદલે દાન કરવાનું કહેવાયું

છેલ્લા કેટલાંક બોલિવૂડના સેલિબ્રિટીઝના ગ્રાન્ડ વેડિંગ ફંક્શનમાં 'નો-ગિફ્ટ પોલિસી' લાગુ કરીને મહેમાનોને ખાલી હાથે જ લગ્નના સાક્ષી બનવા માટે આમંત્રિત કરાય છે. પરિણીતિ અને રાઘવ ચઢ્ઢાના લગ્ન બાદ ઈરા ખાને પણ પોતાના વેડિેંગમાં નો ગિફ્ટ પોલીસ કોન્સેપ્ટ અમલમાં મૂક્યો હતો. આયરા અને નૂપુરની આ નીતિ પાછળ એક સુંદર પહેલ છે. તેમનું કહેવું છે કે ગિફ્ટના બદલે મહેમાનો તેમના એનજીઓને દાન આપી શકે છે. આમિર ખાનની લાડકી આયરા ખાને ભેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે જો મહેમાનો ભેટ દ્વારા આશીર્વાદ આપવા માંગતા હોય, તો તેમણે કોઈપણ ભેટને બદલે અગાત્સુ ફઉન્ડેશનને દાન આપવું જોઈએ.


  • Follow us on: