• આ તસવીરમાં આમિર ખાન લાકડીની મદદથી ચાલતો જોવા મળે

  • આમિરને જોઈને ચાહકો તેની તબિયત અંગે ચિંતિંત
  • લગ્નમાં આમિર વ્હાઇટ સાઉથ ઇન્ડિયન આઉટફ્ટિમાં જોવા મળ્યો

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનની એક તસવીર સોશિયલ મીડિયામાં સામે આવી છે. આ તસવીરમાં આમિર ખાન લાકડીની મદદથી ચાલતો જોવા મળે છે. હવે આમિરને જોઈને ચાહકો તેની તબિયત અંગે ચિંતિંત છે. આમિર ખાનની આ તસવીર જયપુરમાં હોટસ્ટાર એપના પ્રેસિડન્ટ કે માધવનના દીકરા ગૌતમના લગ્નની છે. આ લગ્નમાં આમિર વ્હાઇટ સાઉથ ઇન્ડિયન આઉટફ્ટિમાં જોવા મળ્યો હતો. આ સાથે જ તેના હાથમાં બ્લેક રંગની લાકડી હતી. આ લગ્નમાં આમિર ઉપરાંત અક્ષય કુમાર, કરન જોહર, મોહનલાલ, કમલ હાસન જેવા સેલેબ્સ આવ્યા હતા.આમિરને જોઈને ચાહકો ચિંતામાં મુકાઈ ગયા હતા. એક યૂઝરે કહ્યું હતું કે આમિર ખાનને શું થયું? તો બીજાએ કમેન્ટ કરી હતી કે આમિરની હવે ઉંમર થઈ ગઈ છે.


  • Follow us on: