• કંપનીએ વૈશ્વિક બેંકર્સ પાસેથી 1.36 અબજ ડોલરની વધુ લોન મેળવી

  • રિન્યુએબલ એનર્જી પાર્ક 45 GW ઓપરેટિંગ રિન્યુએબલ ક્ષમતાના ટાર્ગેટ ધરાવે છે
  • MUFG બેંક, લિ.એ ગેરંટી સ્ટ્રક્ચરિંગ બેંક તરીકે કામગીરી બજાવી હતી

ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) ટોચની આંતરરાષ્ટ્રીય બેંકોના કન્સોર્ટિયમ સમર્થિત કન્સ્ટ્રક્શન ક્રેડિટ ફ્રેમવર્કને 3 અબજ ડોલર સુધી લઈ જવામાં સફળ રહી છે. કંપનીએ તાજેતરમાં વધુ 1.36 અબજ ડોલરના ફોલો-ઓન ફંડિંગની જાહેરાત કરી.છે. ગુજરાતના કચ્છ ખાતે આકાર લઈ રહેલા જગતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કના વિકાસને સક્ષમ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ ગ્રીન લોન સુવિધા AGEL આગામી માઇલસ્ટોન ભંડોળ પ્રારંભિક તબક્કામાં ખાવડામાં 2,167 મેગાવોટ વિકસાવવા માટે એક નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે. ખાવડા ખાતેનો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક 2030 સુધીમાં 45 GW ઓપરેટિંગ રિન્યુએબલ ક્ષમતાના ટાર્ગેટ ધરાવે છે. આ માટે આઠ અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંકો સાથે ચોક્કસ કરારો કરવામાં આવ્યા છે. જેમાં -BNP પરિબાસ, કો ઓપરેટિવ રેબો બેંક. યુ.એ , ડીબીએસ બેંક લિમિટેડ,ઇન્ટેસા સાનપાઓલો S.p.A., MUFG બેંક લિ.,સોસાયટી જનરલ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને સુમિટોમો મિત્સુઇ બેન્કિંગ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. DBS બેન્ક લિ., MUFG બેન્ક, લિ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને સુમિતોમો મિત્સુઇ બેન્કિંગ કોર્પોરેશન કો-ગ્રીન સ્ટ્રક્ચરિંગ બેન્ક તરીકે કામગીરી કરી હતી જ્યારે Cooperatieve Rabobank U.A. ડોક્યુમેન્ટેશન અને સ્ટ્રક્ચરિંગ બેંક તરીકે ભૂમિકા અદા કરી હતી. અને MUFG બેંક, લિ.એ ગેરંટી સ્ટ્રક્ચરિંગ બેંક તરીકે કામગીરી બજાવી હતી. બોરોઅર્સના કાઉન્સેલ તરીકે લેથમ એન્ડ વોકિન્સ એલએલપી અને સરાફ્ એન્ડ પાર્ટનર્સ હતા. લેન્ડર્સના કાઉન્સેલ તરીકે લિન્કીએટર્સ અને સિરીલ અમરચંદ મંગલદાસ હતા.


  • Follow us on: