• સંદીપ વાંગા ભૂષણ કુમાર નિર્દેશકની આગામી 3 ફિલ્મોનું નિર્માણ કરશે

  • વાંગાએ તેની આગામી ફિલ્મ 'સ્પિરિટ'ની સત્તાવાર જાહેરાત કરી
  • આવતા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તેનું શૂટિંગ શરૂ કરવાનું વિચારી રહ્યો

ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ'એ ડોમેસ્ટિક બોક્સઓફિસ પર 519.64 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મની સફળતાનો આનંદ માણતા, વાંગાએ તેની આગામી ફિલ્મ 'સ્પિરિટ'ની સત્તાવાર જાહેરાત કરી છે. આમાં સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ લીડ રોલમાં જોવા મળશે.સંદીપે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરતી એક પોસ્ટ શેર કરી છે. તેણે કહ્યું કે તે પ્રભાસની અન્ય ફિલ્મોની જેમ દ્વિભાષી નહીં હોય.. સંદીપે એ પણ માહિતી આપી હતી કે તે એક હિંસક કોપ એક્શન થ્રિલર હશે, જેનું નિર્માણ ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર દ્વારા કરવામાં આવશે. T-Series સંદીપ સાથે 3 ફિલ્મો કરશે.

બીજી તરફ્ 'એનિમલ'ની સફળતા જોઈને ટી-સિરીઝે 'સ્પિરિટ' સિવાય સંદીપ સાથે વધુ બે ફિલ્મો બનાવવાની યોજના બનાવી છે. આમાંથી એક એનિમલની સિક્વલ 'એનિમલ પાર્ક' હશે. આ સિવાય બીજી અનટાઇટલ્ડ ફિલ્મ છે જેમાં 'પુષ્પા' ફેમ અલ્લુ અર્જુન લીડ રોલમાં હશે. આની જાહેરાત કરતાં T-Seriesએ ટ્વિટ કયુંર્ કે, 'આ એક એવી ભાગીદારી છે જે વિશ્વાસ પર બનેલી છે, સર્જનાત્મક સ્વતંત્રતાથી પ્રેરિત છે અને અતૂટ બંધન જેટલી મજબૂત છે.' 'સ્પિરિટ'નું શૂટિંગ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થશે.

સંદીપે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે સ્પિરિટનું પ્રી-પ્રોડક્શન વર્ક શરૂ કયુંર્ છે. તે આવતા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તેનું શૂટિંગ શરૂ કરવાનું વિચારી રહ્યો છે. આ એક એક્શન ડ્રામા હશે જેમાં પ્રભાસ લાંબા સમય પછી પોલીસના રોલમાં જોવા મળશે.


  • Follow us on: