- બે દીકરા-અબ્દુલ અને આર્યન બાદ તેને ત્યાં દીકરીનો જન્મ થયો
- સિંગરના કેટલાક મિત્રો અને ફેન્સે હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા
- મારા દિલની નવી રાણી આવી ગઈ છે
આતિફ્ અસલમના ઘરે હર્ષોલ્લાસનો માહોલ છે બે દીકરા-અબ્દુલ અને આર્યન બાદ તેને ત્યાં દીકરીનો જન્મ થયો છે. હાલમાં જ તેની પત્ની સારા ભર્વાનાએ વધુ એક બાળકને જન્મ આપ્યો છે અને સિંગિંગ સેન્સેશન આતિફ્ સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી છે. તેણે દીકરીની તસવીર શેર કરી છે અને તેનું નામ શું પાડયું તેનો પણ ખુલાસો કર્યો છે. આતિફ્ લખ્યું છે,આખરે રાહનો અંત આવ્યો છે. મારા દિલની નવી રાણી આવી ગઈ છે. બાળક અને સારા ઠીક છે. અહમદુલિલ્લાહ. તમારી પ્રાર્થનામાં અમને યાદ રાખજો. હાલિમા આતિફ્ અસલમ તરફ્થી રમજાન મુબારક .સિંગરના કેટલાક મિત્રો અને ફેન્સે હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે અને તેને અભિનંદન પાઠવ્યા છે. આતિફની પત્ની સારા શિક્ષણવિદ્ છે. બંનેના નિકાહ 29 માર્ચ 2012ના રોજ થયા હતા. આતિફ્ તેના અવાજ અને પર્સનાલિટીના કારણે વધારે પોપ્યુલર છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આજે તેના લાખો ફેન્સ છે, જેમાં સૌથી વધારે મહિલા છે. પરંતુ તેનું દિલ પહેલી જ નજરમાં સારા પર આવી ગયું હતું. જે સુંદરતાના મામલે હીરોઈનોને પણ ટક્કર આપે છે.ઘણા વર્ષ પહેલા કપિલ શર્માના શોમાં હાજર રહેલા આ સિંગરે પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતાં કહ્યું હતું કે ,મેં તેને લગ્નમાં જોઈ હતી. તો ઊભી હતી અને સુંદર લાગતી હતી. દુનિયાભરમાં ર્ફ્યો છું અને ઘણી છોકરીઓ જોઈ છે, પરંતુ તે પહેલી એવી છોકરી હતી જેની સાથે હું વાત કરવા માગતો હતો. મેં તરત જ તેનો સંપર્ક નહોતો કર્યો પરંતુ થોડી રાહ જોઈ હતી. બે મહિના બાદ એક કોમન ફ્રેન્ડે મારો સંપર્ક કર્યો ત્યારે મેં તેને સારા વિશે પૂછયું હતું. બાદમાં મેં તેની સાથે વાત કરવાની પહેલ કરી હતી. સાત વર્ષના રિલેશનશિપ બાદ અમે નિકાહ કર્યા હતા. તેમનો પરિવાર પણ આ સંબંધો વિશે જાણતો હતો પરંતુ કપલે કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલાં એકબીજાને સમય આપવાનું નક્કી કર્યું હતું.










