• અક્ષય કુમાર અને નિર્દેશક પ્રિયદર્શન 13 વર્ષ પછી સાથે કામ કરી શકે છે

  • ફિલ્મ 'હેરા ફેરી'માં અક્ષય અને પ્રિયદર્શને પહેલીવાર સાથે કામ કર્યું હતું
  • બંનેએ છેલ્લે 2010માં રિલીઝ થયેલી ફિલ્મ 'ખટ્ટા-મીઠા'માં સાથે કામ કર્યું હતું

અક્ષય કુમાર હાલમાં જ મુંબઈ પરત ર્ફ્યો છે. થોડા દિવસો પહેલાં તે હૈદરાબાદમાં ફિલ્મ 'સિંઘમ-3'નું શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. તસવીરમાં અક્ષય પ્રખ્યાત નિર્દેશક પ્રિયદર્શન સાથે સ્કૂટર પર ફરતો જોવા મળે છે. જ્યારે અક્ષય ગાડી ચલાવી રહ્યો છે ત્યારે પ્રિયદર્શન પાછળ બેઠો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીર હૈદરાબાદની છે. આ તસવીર વાઇરલ થયા બાદ અક્ષય અને પ્રિયદર્શનની કોમેડી ફિલ્મોના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને ટૂંક સમયમાં ફરી સાથે કામ કરી શકે છે. 2010માં રિલીઝ થયેલી ફિલ્મ 'હેરા ફેરી'માં અક્ષય અને પ્રિયદર્શને પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ પછી બંનેએ 'ગરમ મસાલા', 'ભાગમ ભાગ', 'ભુલભુલૈયા' અને 'દે ધના ધન' જેવી હિટ કોમેડી ફિલ્મો આપી છે. બંનેએ છેલ્લે 2010માં રિલીઝ થયેલી ફિલ્મ 'ખટ્ટા-મીઠા'માં સાથે કામ કર્યું હતું. અગાઉ 2020માં એવી ચર્ચા હતી કે બંને એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. પછી એક ઇન્ટરવ્યૂમાં આ વિશે વાત કરતી વખતે પ્રિયદર્શને કહ્યું હતું કે તેમની ફિલ્મ સ્ક્રિપ્ટિંગ સ્ટેજમાં હતી પરંતુ કોરોનાને કારણે વિલંબમાં પડયો હતો. તેણે એ પણ કન્ફર્મ કર્યું હતું કે જ્યારે પણ તેને તક મળશે ત્યારે તે અક્ષય સાથે ફિલ્મ કરશે. આ દરમિયાન અક્ષયે ફિલ્મ 'સિંઘમ-3' માટે તેના ભાગનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં તે 'સૂર્યવંશી'ના રોલમાં જોવા મળશે. તેમના સિવાય આ ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર, રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ જેવા કલાકારો પણ જોવા મળશે.


  • Follow us on: