- આમિર ખાને લાઇવ સેશનમાં ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો
- ફિલ્મના સેટ પરથી સોશિયલ મીડિયા પર લાઇવ સેશનનું આયોજન
- ટ્રોલ કરનારા ફેન્સને પણ જવાબ આપ્યો
આમિર ખાન હાલમાં તેની આગામી ફિલ્મ'સિતારે જમીન પર'માં વ્યસ્ત છે. ગુરુવારે આમિરે આ ફિલ્મના સેટ પરથી સોશિયલ મીડિયા પર લાઇવ સેશનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન આમિરે ફેન્સના સવાલોના જવાબ આપ્યા હતા. ટ્રોલ કરનારા ફેન્સને પણ જવાબ આપ્યો.આ લાઇવ સેશન દરમિયાન એક ટ્રોલરે પૂછયું કે આમિરે અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફ્ંક્શનમાં શા માટે ડાન્સ કર્યો? જેના જવાબમાં આમિરે કહ્યું કે તે અને મુકેશ-નીતા અંબાણી ખૂબ જ નજીકના મિત્રો છે. આમિરે કહ્યું કે માત્ર મેં તેમના લગ્નમાં જ ડાન્સ કર્યો ન હતો પરંતુ તેમણે અમારા ઘણા ફેમિલી ફ્ંક્શનમાં પણ ડાન્સ કર્યો હતો.આ દરમિયાન આમિરે ફેન્સની કોમેન્ટ પર શાહરુખનો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે એક ફેન્સે કહ્યું કે આમિરે 'પઠાન' જેવી ફિલ્મો કરવી જોઈએ, તો આમિરે જવાબ આપ્યો, 'શાહરુખ પઠાન જેવી સારી ફિલ્મો બનાવી રહ્યો છે...હું 'લાપતા લેડીઝ' બનાવું છું, તમે તે જુઓ.' સંગીતકાર જોડી શંકર-એહસાન-લોયના એહસાન નૂરાની પણ લાઇવ દરમિયાન આમિર સાથે જોડાયા હતા. આમિરે તેમની સાથે ફિલ્મ 'લાપતા લેડીઝ'નું એક ગીત પણ ગાયું હતું.આ સેશન દરમિયાન ઘણા યૂઝર્સે આમિરને ટ્રોલ પણ કર્યો હતો. તેમની કમેન્ટ વાંચ્યા પછી આમિરે તેમને પણ જવાબ આપ્યો. એક યૂઝરે કહ્યું કે આમિરે તેની સ્ટાઇલ બદલવી જોઈએ. જેના પર 'લાપતા લેડીઝ'ની ટી-શર્ટ પહેરીને આમિરે કહ્યું, તે સારી લાગી રહી છે. મારી સ્ટાઇલ અનોખી છે તેથી મોટાભાગના લોકોને તે પસંદ નથી.વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો 'સિતારે જમીન પર' સિવાય આમિર ઘણી ફિલ્મો પ્રોડયૂસ કરી રહ્યો છે. જેમાં સની દેઓલ સ્ટારર 'લાહોર 1947' અને આમિરના પુત્ર જુનૈદની ફિલ્મ 'એક દિન' પણ સામેલ છે. આ એક લવ સ્ટોરી છે જેમાં જુનૈદની સામે સાંઈ પલ્લવી જોવા મળશે.










