• 16,840 સ્ક્વેર ફૂટમાં બનેલો બંગલો શ્વેતાના નામે ટ્રાન્સફર

  • અમિતાભ બચ્ચન પાસે મુંબઈમાં પાંચ બંગલા છે
  • અમિતાભ બચ્ચન પરિવાર સાથે જુહૂના બંગલામાં 'જલસા'માં રહે છે

અમિતાભ અને જયા બચ્ચને જુહૂનો બંગલો 'પ્રતીક્ષા' તેમની પુત્રી શ્વેતા નંદાના નામ પર કરી દીધો છે, જોકે પરિવાર તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે 16,840 સ્ક્વેર ફૂટમાં બનેલો બંગલો શ્વેતાના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, ત્યારે એની કિંમત 50.63 કરોડ રૂપિયા બતાવવામાં આવી હતી. આ માટે 9મી નવેમ્બરે 50.65 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડયૂટી ચૂકવવામાં આવી હતી.આ બંગલો બે પ્લોટ પર બનેલો છે. અમિતાભના નામે 9,585 સ્ક્વેર ફૂટ અને પત્ની જયાના નામે 7,250 સ્ક્વેર ફૂટનો પ્લોટ હતો. મુંબઈમાં અમિતાભના ત્રણ બંગલા છે. તે પોતાના પરિવાર સાથે જુહૂના બીજા બંગલામાં 'જલસા'માં રહે છે, જ્યારે ત્રીજા બંગલાનું નામ 'જનક' છે.

અમિતાભ બચ્ચન પાસે મુંબઈમાં પાંચ બંગલા છે. તેમના 4 બંગલાના નામ જલસા, જનક, પ્રતીક્ષા અને વત્સ છે. અમિતાભ મુંબઈના જુહૂ વિસ્તારમાં સ્થિત જલસા બંગલામાં પરિવાર સાથે રહે છે. આ બંગલાની કિંમત લગભગ 50.63 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ફિલ્મ 'સત્તે પે સત્તા'ની સફળતા બાદ આ બંગલો બિગ બીને ડિરેક્ટર રમેશ સિપ્પીએ પેમેન્ટ તરીકે આપ્યો હતો. તેમના બીજા બંગલા 'પ્રતીક્ષા'ની કિંમત 50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જ્યાં તે તેના પિતા સાથે રહેતી હતી. બિગ બીની ઓફિસ 'જનક' બંગલામાં છે.

અમિતાભના ઘરમાં લગાવેલી પેઇન્ટિંગની કિંમત 4 કરોડ રૂપિયા છે

અમિતાભ બચ્ચનના ઘરમાં બુલ પેઇન્ટિંગ, જે તેમના દિવાળીના ચિત્રો માટે ભવ્ય બેકડ્રોપનું કામ કરે છે. આ પેઇન્ટિંગ મનજિત બાવા (1941-2008) દ્વારા બનાવવામાં આવી હતી. તેમની કલાની વિશ્વભરમાં પ્રશંસા થાય છે. જલસાના લિવિંગ રૂમમાં લટકેલી અમિતાભની આ પેઇન્ટિંગની કિંમત 4 કરોડ રૂપિયા છે.

અમિતાભ બચ્ચન 3,390 કરોડ રૂપિયાની નેટવર્થ

આ સિવાય તેમનું પૈતૃક ઘર ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં પણ છે. અમિતાભે આ જગ્યાને શૈક્ષણિક ટ્રસ્ટમાં ફેરવી દીધી છે. તેમની પાસે દેશભરમાં અન્ય ઘણી મિલકતો પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચનની ફ્રાન્સમાં પણ પ્રોપર્ટી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, અમિતાભ બચ્ચન 3,390 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે વાર્ષિક 60 કરોડ રૂપિયા છે.

હરિવંશ રાયે બંગલાનું નામ 'પ્રતીક્ષા' રાખ્યું હતું

અમિતાભ બચ્ચન ભારતની એવી કેટલીક હસ્તીઓમાંના એક છે જેમની પાસે ખાનગી જેટ પણ છે. બિગ બીને આ જેટમાં જ મુસાફરી કરવી ગમે છે. રિપોર્ટ્સનું માનીએ તો તેની કિંમત 260 કરોડ રૂપિયા છે અમિતાભે એકવાર આ બંગલા વિશે કહ્યું હતું કે આ ઘર તેમના દિલની ખૂબ નજીક છે. પિતા હરિવંશ રાયે પોતાની કવિતાથી પ્રેરિત એનું નામ 'પ્રતીક્ષા' રાખ્યું હતું.


  • Follow us on: