- 9 મેએ રિલીઝ થનારી આ ફિલ્મના પોસ્ટરમાં પ્રભાસનો ધમાકેદાર અવતાર જોઈ શકાય છે
- તેણે લખ્યું 6000 વર્ષ પહેલાં સમાપ્ત થયેલી વાર્તા
- ચાહકોને તેનો ગેટઅપ વધારે પસંદ ન આવ્યો
પ્રભાસ, દીપિકા પદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન સ્ટારર ફિલ્મ 'કલ્કી 2898' એડીનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રભાસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતા તેણે લખ્યું 'ભવિષ્ય માટે કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે. કલ્કી 2898' એડી 9મે 2024ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. અમિતાભ બચ્ચને પણ પ્રભાસના લૂકનું પોસ્ટર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું છે. તેણે લખ્યું 6000 વર્ષ પહેલાં સમાપ્ત થયેલી વાર્તા. હવે તે 9મે 2024ના રોજ ફરી શરૂ થશે. આ વર્ષની મોટી ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ ટોપ પર છે. આ ફિલ્મ 600 કરોડના બજેટમાં બની છે. પ્રભાસને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ટીઝરને ચાહકો તરફ્થી સારો પ્રતિસાદ મળ્યો છે. ટીઝર પહેલા મેકર્સે પ્રભાસનો ર્ફ્સ્ટ લૂક રિલીઝ કર્યો હતો. જો કે, ચાહકોને તેનો ગેટઅપ વધારે પસંદ ન આવ્યો. નેગેટિવ કમેન્ટ્સ જોઈને એક્ટરનો ર્ફ્સ્ટ લૂક સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યો હતો. નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ભગવાન વિષ્ણુના કલ્કી અવતારને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટીઝર બતાવે છે કે કેવી રીતે આખી દુનિયામાં અંધકારનું રાજ છે. લોકોને બંદી બનાવી લેવામાં આવ્યા છે. બાળકો અને વૃદ્ધોને ભૂખ્યા રાખવામાં આવી રહ્યા છે. લોકો પાસે પીવા માટે પાણી નથી. લોકોની હત્યા કરવામાં આવી રહી છે. આ દરમિયાન એક વ્યક્તિના હાથમાં હનુમાનજીની નાની મૂર્તિ જોવા મળે છે. લોકો ભગવાનને યાદ કરે છે, પ્રભાસ મસીહા બની જાય છે અને તેમની મદદ માટે હાજર થઈ જાય છે.પ્રભાસ ઉપરાંત દીપિકા અને અમિતાભ બચ્ચનની ઝલક પણ ટીઝરમાં જોઈ શકાય છે. જ્યારે બિગ બી યોદ્ધાના ગેટઅપમાં જોવા મળે છે, ત્યારે તેઓ સફેદ કપડામાં લપેટાયેલા જોવા મળે છે. ટીઝરમાં ચહેરો દેખાતો નથી, માત્ર આંખો જ દેખાઈ રહી છે.










