• સની દેઓલ અત્યારે 54મા ઈન્ટરનેશનલ ફ્લ્મિ ફેસ્ટિવલ ઓફ્ ઈન્ડિયા (IFFI) માટે ગોવામાં છે

  • ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ પણ સની દેઓલના વખાણ કર્યા
  • ડાયરેક્ટરના વખાણ સાંભળીને સની ભાવુક થઇ ગયો

સની દેઓલ અત્યારે 54મા ઈન્ટરનેશનલ ફ્લ્મિ ફેસ્ટિવલ ઓફ્ ઈન્ડિયા (IFFI) માટે ગોવામાં છે. અહીં આયોજિત એક કાર્યક્રમમાં તેણે પોતાની ફ્લ્મિી જર્ની વિશે વાત કરી. તેમણે કહ્યું કે તેમનો અસલી સંઘર્ષ 'ગદર-2'ની રિલીઝ પછી શરૂ થયો હતો. તેણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન તેને સારી ફ્લ્મિોની ઓફર પણ મળી નથી. આ સમયે ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ પણ સની દેઓલના વખાણ કર્યા હતા. ડાયરેક્ટરના વખાણ સાંભળીને સની ભાવુક થઇ ગયો અને કહ્યું 'હું ખૂબ જ સરળતાથી ઈમોશનલ થઈ જાઉં છું, આ મારી સમસ્યા છે. આ ઈવેન્ટ દરમિયાન સનીની સાથે ડિરેક્ટર રાહુલ રવૈલ, રાજકુમાર સંતોષી અને અનિલ શર્મા પણ હતા. વાતચીતની શરૂઆતમાં રાજકુમારે સનીના વખાણ કર્યા હતા. તેણે કહ્યું 'હું માનું છું કે ઈન્ડસ્ટ્રીએ સનીની પ્રતિભા સાથે ન્યાય કર્યો નથી. પણ ઈશ્વરે ન્યાય કર્યો છે.'

રાજકુમારના આ શબ્દો સાંભળીને સની ભાવુક થઈ ગયો. પછી તેણે કહ્યું 'હું ખૂબ નસીબદાર રહ્યો છું. મેં મારા કેરિયરની શરૂઆત રાહુલ રવૈલની ફ્લ્મિોથી કરી હતી. તેણે મને ત્રણ સુંદર ફ્લ્મિો આપી. કેટલાકે કામ કર્યું, કેટલાકે ન કર્યું, પરંતુ લોકોને તે ફ્લ્મિો હજુ પણ યાદ છે. હું મારી ફ્લ્મિોના કારણે અહીં ઊભો છું. ગદર, જે ખૂબ જ હિટ હતી, તેનાથી મારો સંઘર્ષનો સમયગાળો શરૂ થયો કારણ કે તે પછી મને સારી ફ્લ્મિોની સ્ક્રિપ્ટ્સ મળી ન હતી. જો કે મેં વચ્ચે કેટલીક ફ્લ્મિો કરી, પરંતુ તેમાં 20 વર્ષનું અંતર હતું. પરંતુ મેં હાર ન માની, હું હંમેશા આગળ વધતો રહ્યો. પછી સનીએ આગળ કહ્યું, 'હું ફ્લ્મિોમાં એટલા માટે આવ્યો છું કારણ કે હું સ્ટાર નહીં પણ એક્ટર બનવા માંગતો હતો. મેં મારા પિતાની ફ્લ્મિો જોઈ હતી અને હું પણ આવી જ ફ્લ્મિો કરવા માંગતો હતો.'


  • Follow us on: