• અનંત સાથે જ્હાન્વી કપૂરનો રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ સાથે જોવા મળ્યો

  • મંદિરની બહાર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેનું અને રાધિકા મર્ચન્ટનું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું હતું
  • લગ્નના બીજા દિવસે 13 જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે

ભારતીય બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આ દરમિયાન અનંત અંબાણી કૃષ્ણ કાલી મંદિરના હવનનો હિસ્સો બન્યો છે. અનંત રવિવારે સાંજે મંદિરમાં જોવા મળ્યો હતો. તેની સાથે જ્હાન્વી કપૂરનો રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ મંદિરમાં દર્શન માટે પહોંચ્યો હતો. 30 જૂનની સાંજે કડક સુરક્ષા વચ્ચે અનંત અંબાણી મહારાષ્ટ્રના નેરલ પહોંચ્યા હતા. કૃષ્ણ કાલી મંદિરની બહાર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેનું અને રાધિકા મર્ચન્ટનું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું હતું.

કૃષ્ણ કાલી મંદિરમાં અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત દરમિયાન અનંત અંબાણીને શાલ ઓઢાડવામાં આવી છે.અનંત અંબાણી ટ્રેડિશનલ લૂકમાં મંદિર પહોંચ્યો હતો.જ્હાન્વી કપૂરનો રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા અને તેનો ભાઈ વીર.મંદિરમાંથી બહાર નીકળતી વખતે મીડિયા સાથે વાત કરતા અનંત અંબાણીએ કહ્યું કે તેઓ લગ્ન પહેલાં આમંત્રણ આપવા માટે નેરલના કૃષ્ણ કાલી મંદિર પહોંચ્યા છે. આ મંદિરના સ્થાપક તેના મિત્ર ભરત મહેરા છે. બે ભવ્ય પ્રી-વેડિંગ સમારોહ પછી, અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. તેમના લગ્ન જિયો વર્લ્ડ સેન્ટરમાં થશે, જેમાં ભારત અને દુનિયાના ઘણા પ્રખ્યાત લોકો હાજરી આપવાના છે. લગ્નના બીજા દિવસે 13 જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મહેમાનો નવદંપતીને આશીર્વાદ આપશે. આ પછી, 14 જુલાઈના રોજ આ કપલનું રિસેપ્શન થવાનું છે.


  • Follow us on: