• અનિલ કપૂરે 'એનિમલ' અને 'ફાઈટર' ફિલ્મ માટે ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન કર્યું

  • 'ફાઈટર' ફિલ્મમાં અનિલ 45 વર્ષના ઈન્ડિયન એરફોર્સ ઓફિસરની ભૂમિકામાં છે
  • અનિલની પુત્રી સોનમ કપૂર, સુનીલ શેટ્ટી અને નિર્દેશક ફરાહ ખાને અનિલના સમર્પણની પ્રશંસા કરી

અનિલ કપૂર પોતાની આગામી ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂરના 65 વર્ષીય પિતા બલબીર સિંહનો રોલ કરી રહ્યો છે. 'ફાઈટર' ફિલ્મમાં અનિલ 45 વર્ષના ઈન્ડિયન એરફોર્સ ઓફિસરની ભૂમિકામાં છે. આ બંને રોલ માટે અલગ-અલગ લૂક અને બોડીની માગ છે, જેના માટે 66 વર્ષીય અનિલ કપૂર સિરિયસ ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થાય છે.

રવિવારે અનિલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરીને આ વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યું 'બે સંપૂર્ણપણે અલગ પાત્રો વચ્ચે સ્વીચ કરવું ખૂબ જ પડકારજનક હતું. 'એનિમલ'ના 65 વર્ષના બલબીરથી લઈને 'ફાઈટર'ના 45 વર્ષના રોકી સુધી..મેં પહેરેલા યુનિફોર્મ પહેર્યો છે તેમને ન્યાય આપવા માટે મારે ગંભીર શારીરિક પરિવર્તનમાંથી પસાર થવું પડયું. હવે જ્યારે મેં બંને ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે, ત્યારે હું દર્શકોની પ્રતિક્રિયાની રાહ જોઈ શકતો નથી.અનિલની આ પોસ્ટ પર ફેન્સ અને ઘણા બોલિવૂડ સેલેબ્સે પ્રતિક્રિયા આપી છે. એક્ટર વરુણ ધવને લખ્યું 'જ્યારે તમે માત્ર 18 વર્ષના હો ત્યારે આ શારીરિક પરિવર્તન સરળ છે. અનિલ સર જ્યારે તમે 30 વર્ષના થશો ત્યારે આ કરવું મુશ્કેલ બનશે.આ પોસ્ટ પર કમેન્ટ કરતી વખતે, અનિલની પુત્રી સોનમ કપૂર, સુનીલ શેટ્ટી અને નિર્દેશક ફરાહ ખાને પણ અનિલના સમર્પણની પ્રશંસા કરી હતી.ચાહકો મિસ્ટર ઈન્ડિયાની સિક્વલની માગ કરી રહ્યા છે જોકે, આ પહેલીવાર નથી જ્યારે અનિલે આવી પ્રેરક પોસ્ટ શેર કરી હોય. અભિનેતા અવારનવાર તેની વર્કઆઉટ રૂટિન તેના ચાહકો સાથે શેર કરે છે.


  • Follow us on: