- અનંત અંબાણીનું પ્રિ-વેડિંગ ફંક્શન 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન જામનગરમાં યોજાશે
- ઇન્ટરનેશનલ સુપરસ્ટાર રિહાના પોતાના હિટ સોંગ પર્ફોર્મ કરશે
- અરિજિત જ્યાં પોતાના મધુર અવાજથી સૌને મંત્રમુગ્ધ કરવામાં
રિલાયન્સ ગ્રૂપના માલિક મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન જામનગરમાં થઈ રહ્યાં છે. લગ્નનું આયોજન 1થી 3 માર્ચ સુધી થશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં વૈશ્વિક સ્તરનો એલિટ વર્ગ સામેલ થશે. ગેસ્ટ લિસ્ટમાં દુનિયાના સૌથી પ્રભાવશાળી લોકોમાંથી કેટલાંક સામેલ છે, જેમાં અબજોપતિ, પ્રમુખ કંપનીઓના સીઈઓ, ટેક્નિકલ દિગ્ગજો અને બોલિવૂડ તથા સ્પોર્ટ્સ સેલેબ્રિટીઝ સામેલ છે. ઇન્ટરનેશનલ સુપરસ્ટાર રિહાના પોતાના હિટ સોંગ પર્ફોર્મ કરશે. અન્ય મુખ્ય આકર્ષણોમાં ટેલેન્ટેડ બોલિવૂડ સિંગર અરિજિતસિંહ, દિલજિત દોસાંજ, સંગીતકાર જોડી અજય-અતુલ અને દિગ્ગજ જાદુગર ડેવિડ બ્લેન સામેલ છે. અરિજિતસિંગનું નામ જ્યાં બોલિવૂડના કેટલાંક સૌથી સક્સેસફુલ સિંગર્સમાં આવે છે ત્યાં રિહાનાનું નામ પણ વર્લ્ડ ફેમસ છે. તેવામાં જોવું રહ્યું કે શું બંને સ્ટેજ પર સૂરથી સૂર મિલાવશે કે પછી ડયૂએટ કરતાં જોવા મળશે. અરિજિત જ્યાં પોતાના મધુર અવાજથી સૌને મંત્રમુગ્ધ કરવામાં માહેર છે ત્યાં રિહાના પણ પોતાના અવાજથી લોકોને ઝૂમવા મજબૂર કરી દે છે. બંને સિંગર્સની હાજરી આકર્ષણનું કેન્દ્ર બનશે.
ગેસ્ટ લિસ્ટમાં છે આ બોલિવૂડ સ્ટાર્સ
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર શાહરુખ ખાન તો આ ફ્ંક્શનમાં હશે જ, આ ઉપરાંત સુપરસ્ટાર રજનીકાંત, અક્ષયકુમાર, ટ્વિંકલ ખન્ના, સલમાન ખાન, સૈફ્ અલી ખાન અને ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત પણ આ લગ્નમાં ચાર ચાંદ લગાવશે. આ ઉપરાંત અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અજય દેવગણ, કાજોલ, રણવીરસિંહ, દીપિકા પદુકોણ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ અને કેટરિના કૈફ્ પણ આ વેડિંગ ફ્ંક્શનમાં હાજરી આપશે.
સૌને ચોંકાવશે જાદુગર ડેવિડ
જ્યાં દુનિયાના સૌથી નામચીન અને સક્સેસફુલ સિંગર્સ સ્ટેજ પર પોતાની સિંગિંગનો જલવો વિખેરી રહ્યાં હશે ત્યાં બીજી તરફ્ જાદુગર ડેવિડ બ્લેન પણ પોતાની કમાલની ટ્રિક્સથી સૌના મોઢામાં આંગળા નંખાવી દેશે. અંબાણી પરિવારના કોઈપણ ફ્ંક્શનમાં ફેન્સની નજર બોલિવૂડ સ્ટાર્સ પર જરૂર હોય છે. તેવામાં આ ડ્રીમ વેડિંગમાં બોલિવૂડના ઘણા દિગ્ગજોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
અંબાણીના લગ્નના ગેસ્ટ લિસ્ટમાં કોના નામનો સમાવેશ કરાયો છે
ગેસ્ટ લિસ્ટમાં માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ, મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગ, આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ, વોલ્ટ ડિઝનીના સીઈઓ બોબ ઈગર, બ્લેકરોકના ચેરમેન લેરી ફ્કિં, બ્લેકસ્ટોનના સ્થાપક સ્ટિફન શ્વાર્ઝમેન, મેક્સિકન બિઝનેસ મેગ્નેટ કાર્લોસ સ્લિમ, સાઉદી અરામકોના ચેરમેન યાસિર અલ રુમૈયાન, મોર્ગન સ્ટેનલીના સીઈઓ ટેડ પિક, બર્કશાયર હેથવેના ઉપાધ્યક્ષ અજિત જૈન, ઈવાન્કા ટ્રમ્પ, ઉદ્યોગસાહસિક યુરી મિલનર, એડોબના સીઈઓ શાંતનું નારાયણ, ભુતાનના રાજા અને રાણી, કતારના પીએમ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન બિન જાસિમ અલ થાની અને WEF પ્રમુખ ક્લૉસ શ્વાબ સામેલ છે.