- કુશા કપિલા આ પ્રકારની પોસ્ટ જોઈને આૃર્યમાં પડી, પોસ્ટ શેર કરી
- અર્જુન કપૂરનું અફેરના અનેક કિસ્સા સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હોય છે
- બ્રેકઅપની ચર્ચાઓ પણ હાલમાં ખૂબ વાઇરલ થઈ રહી છે
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું અફેરના અનેક કિસ્સા સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હોય છે. તેમના બ્રેકઅપની ચર્ચાઓ પણ હાલમાં ખૂબ વાઇરલ થઈ રહી છે. ફ્ક્ત એટલું જ નહીં બોલિવૂડ લવર્સ એ જાણવા માગે છે કે બ્રેકઅપ બાદ આ બંનેની જિંદગીમાં કોણ નવું આવ્યું છે. જો આવ્યું છે તો કોણ છે તે? તેની સાથે જોડાયેલ એક ખબર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. એક અકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવેલી ખબરે ખૂબ જ ઝડપથી લોકોનું ધ્યાન ખેચ્યું છે.
આ પોસ્ટમાં દાવો કર્યો છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ચૂક્યું છે અને હવે તે એક નવી હસીનાને ડેટ કરી રહ્યો છે. પોસ્ટમાં લખ્યું છે કે, હાલમાં જ એક ક્લોઝ સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે કે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું બ્રેકઅપ થઈ ગયું છે. અર્જુન કપૂર કોઈ અન્યને ડેટ કરી રહ્યો છે. જે બાદ પૂછવામાં આવ્યું કે, લોકો શું જાણે છે અને આગળ ખુદ જ જવાબમાં લખ્યું છે કે, તે હસીનાનું નામ કુશા કપિલા છે.રિપોર્ટ અનુસાર આ પોસ્ટ પર કુશા કપિલા ખુદ હેરાન છે. સોશિયલ મીડિયા ઇંફ્લૂએન્સર કુશા કપિલાએએક પોસ્ટ કરી કે રોજ પોતાના વિશે આવી વાતો સાંભળીને નવેસરથી ઇન્ટ્રોડયૂસ થવું પડે છે. આ વખતે આ બકવાસ વાંચીને વિચારું છું કે મમ્મી આ બધું વાંચી ન લે. આપને જણાવી દઈએ કે કુશા કપિલા થોડા સમય પહેલાં પોતાના હસબન્ડ જોરાવર અહલુવાલિયાથી સેપરેટ થઈ છે. તે ટૂંક સમયમાં ભૂમિ પેડનેકર સાથે થેન્ક યૂ ફોર કમિંગમાં દેખાવાની છે. ભૂમિ પેડનેકર અર્જુન કપૂર સાથેપણ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં દેખાશે.










