- RBI ને બેંકની ડિજિટલ એપ BOB વર્લ્ડમાં ગેરરીતિઓ માલૂમ પડી
- સસ્પેન્ડ કરવામાં આવેલા કુલ 60 કર્મચારીઓમાંથી મોટાભાગના વડોદરા રિજનના
- સસ્પેન્ડ કર્મચારીઓ ને સસ્પેન્શન સમયગાળા દરમિયાન ત્રીજા ભાગનું વેતન
જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક ઓફ્ બરોડાએ ડિજિટલ એપ બીઓબી વર્લ્ડ મામલે તેના 60થી વધુ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યાં છે. જેમાં 11 જેટલા આસિસ્ટન્ટ જનરલ મેનેજર્સ કક્ષાના અધિકારીઓનો સમાવેશ પણ થાય છે એમ જાણકાર વર્તુળો જણાવે છે. બેંકના કર્મચારીઓના જણાવ્યા મુજબ એજીએમ-લેવલ અધિકારી સ્કેલ પાંચ ઓફિસર્સ હોય છે. જેઓ સામાન્ય રીતે એરિયા મેનેજર્સ, ઝોનલ હેડ્સ જેવી પોઝિશન ધરાવતાં હોય છે. તેમજ 25થી વધુ શાખાઓની કામગીરી પર નજર રાખતાં હોય છે.
બેંકે રેક્ટિફ્કિેશન ડ્રાઈવના ભાગરૂપે કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. બોબ વર્લ્ડ એપ કેસના ઓડિટને આધારે બેંકે રેક્ટિફ્કિેશન ડ્રાઈવ ધર્યો હતો. કર્મચારીઓના સસ્પેન્શન લેટરમાં બેંકે સ્વીકાર્યું હતું કે કર્મચારીઓએ તેમના કાર્યકાળમાં બોબ વર્લ્ડ એપ્લિકેશનના કસ્ટમર એકાઉન્ટમાં નંબર દાખલ કર્યાં પછી રજિસ્ટ્રેશન તથા ડિરજિસ્ટ્રેશન કરાવી ગંભીર અનિયમિતતાઓ હાથ ધરી હતી. તેમણે આ સઘળી કામગીરી કસ્ટમર્સની મંજૂરી વિના કરી હતી. બેંકના જણાવ્યા મુજબ ડિપાર્ટમેન્ટની તપાસ પછી પ્રાથમિક રીતે આ ઘટના કમિશન અને ઓમિશનની જણાઈ હતી અને તેથી કર્મચારીની સામે વિભાગીય તપાસ જરૂરી બની હતી. જેને ધ્યાનમાં રાખતાં કર્મચારીઓની સર્વિસમાંથી હકાલપટ્ટી યોગ્ય જણાય હતી એમ બેંકે નોંધ્યું છે.










