- લલિત પંડિતે સંગીતકાર નદીમ-શ્રાવણ પર 'આશિકી'નો સાઉન્ડટ્રેક પાકિસ્તાની ગીતોમાંથી ચોરી કરી હોવાનો આરોપ લગાવ્યો
- રાહુલ રોય અને અનુ અગ્રવાલની ફિલ્મ 'આશિકી'નો સાઉન્ડટ્રેક પાકિસ્તાની ગીતોમાંથી ચોરી કરવામાં આવી હતી
- આશિકી'નાં તમામ ગીતો મૂળે પાકિસ્તાની ગીતો છે
જતિન-લલિતની જોડી બોલિવૂડના પ્રખ્યાત સંગીતકારોમાં ગણાય છે. લલિત પંડિતે સંગીતકાર નદીમ-શ્રાવણ પર આરોપ લગાવ્યો છે. લલિત પંડિતે દાવો કર્યો છે કે રાહુલ રોય અને અનુ અગ્રવાલની ફિલ્મ 'આશિકી'નો સાઉન્ડટ્રેક પાકિસ્તાની ગીતોમાંથી ચોરી કરવામાં આવી હતી. લલિત કહે છે કે નદિમ-શ્રાવણનું સંગીત અમારી શૈલીનું નહોતું. તે દુબઈ જતા હતા અને પાકિસ્તાનથી તે ઘણી કેસેટો ભારત લાવતા અને તેના પરથી હિન્દી ગીતો બનાવતા હતાં. સમગ્ર ઈન્ડસ્ટ્રી આ વાત જાણે છે.
આશિકી'નાં તમામ ગીતો મૂળે પાકિસ્તાની ગીતો છે. કેટલાંક ગીતોના શબ્દો પણ સરખા છે. લલિત પંડિતે આગળ કહ્યું 'સંગીતકારની દૃષ્ટિ સંગીતમાં પ્રતિબિંબિત થવી જોઈએ. જ્યારે તમે અમારાં ગીત સાંભળશો, ત્યારે તમને ગીતની શૈલી પરથી ખબર પડશે કે આ અમારું સંગીત છે. કારણ કે તેની પૂરેપૂરી રચના અમારી જ રહેતી હતી. અલબત્ત, અમારી પાસે ઘણા સહાયકો હતા, પરંતુ ગીત કેવું હોવું જોઈએ તેની પાછળ અમે બંને ભાઈઓનું મગજ હતું.'










