- સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી, આશ્રમને સુખ આપનારું સ્થાન ગણાવ્યું
- કંગના રનૌત ખૂબ જ આધ્યાત્મિક છે. તે અવારનવાર મંદિરની મુલાકાત લે છે
- ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં સદગુરુ ખુરશી પર બેઠા છે
હિમાચલપ્રદેશના મંડીથી સાંસદ બન્યા બાદ કંગના રનૌત સદગુરુના કોઇમ્બતૂર આશ્રમ પહોંચી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે સદગુરુના આશીર્વાદ લેતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ ઈશા ફાઉન્ડેશન સેન્ટરના કેમ્પસમાં લટાર મારતી વખતે સફેદ બોર્ડર અને મોટિફ્ સાથે હળવા ગુલાબી રંગની સાડી પહેરી હતી.
તેણે ઈશા ફાઉન્ડેશન સેન્ટરને પોતાની ખુશીનું સ્થળ ગણાવ્યું. આ પહેલા કંગના આદિયોગીના દર્શન કરવા પહોંચી હતી. કંગના રનૌત ખૂબ જ આધ્યાત્મિક છે. તે અવારનવાર મંદિરની મુલાકાત લે છે અને જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે સદગુરુના આશીર્વાદ લેવા જાય છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં સદગુરુ ખુરશી પર બેઠા છે અને અભિનેત્રી તેમના ચરણ પાસે બેસીને હસતી જોવા મળી હતી. અભિનેત્રીની આ તસવીર ચાહકોનું ધ્યાન ખેંચી










