• 'પુષ્પા' નો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ જોવા મળે છે

  • સમયની સાથે લોકોમાં અલ્લુ અર્જુનનો ક્રેઝ સતત વધતો જઈ રહ્યો છે.
  • 'મેં ઝૂકેગા નહીં સાલા' જેવા સિગ્નેચર ડાયલોગે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

સાઉથ સિનેમા અને પૈન ઈન્ડિયા લેવલ પર સુપરસ્ટાર કહેવાતા અલ્લુ અર્જુન 'પુષ્પા-2' ને લઈને ટ્રેન્ડમાં જોવા મળી રહ્યા છે. ફ્લ્મિ રિલીઝ થવામાં હજુ ઘણો સમય બાકી છે.

પરંતુ સમયની સાથે લોકોમાં અલ્લુ અર્જુનનો ક્રેઝ સતત વધતો જઈ રહ્યો છે. અલ્લુ અર્જુનના 'પુષ્પા', 'ફાયર હું મેં' અને 'મેં ઝૂકેગા નહીં સાલા' જેવા સિગ્નેચર ડાયલોગે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. 'પુષ્પા' નો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર તેનું ઉત્તમ ઉદાહરણ છે. તે 'પુષ્પા' થી એટલો પ્રભાવિત છે કે તે તેની સ્ટાઈલમાં પોતાનો જાદુ બતાવતો જોવા મળ્યો છે. તેનો વીડિયો જોઈને અલ્લુ અર્જુન પોતે પણ હસવાનું રોકી શક્યો નહીં.


  • Follow us on: