- લિસ્ટમાં હોલિવૂડ સેલિબ્રિટી ઈવા લોંગોરિયા, ઉમા થર્મન અને લી સુંગ જિન'ના નામ અંકિત થયા
- દીપિકા આ યાદીમાં સામેલ થનારી પ્રથમ ભારતીય સ્ટાર
- દીપિકા ફરી એકવાર સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું
બોલિવૂડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણે હોલિવૂડમાં પણ પોતાનો ચાર્મ ફેલાવ્યો છે. દીપિકા પાદુકોણના નામે વધુ એક મોટી ઉપલબ્ધિ જોડાઈ છે.ભારતની ગ્લોબલ એમ્બેસેડર અને આઇકન દીપિકા પાદુકોણને 'ગ્લોબલ ડિસર્પ્ટ્સ લિસ્ટ 2024'માં સામેલ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે દીપિકા આ યાદીમાં સામેલ થનારી પ્રથમ ભારતીય સ્ટાર છે. આ લિસ્ટ જાહેર થતાની સાથે જ ગર્ભવતી દીપિકા ફરી એકવાર સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. દીપિકા પાદુકોણ ભારતની એકમાત્ર એવી સેલિબ્રિટી છે જેનું નામ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ યાદીમાં દીપિકા પાદુકોણની સાથે હોલિવૂડ સ્ટાર્સને સ્થાન આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં હોલિવૂડ સેલિબ્રિટી 'ઇવા લોંગોરિયા'(Eva Longoria),'ઉમા થર્મન'(Uma Thurman) અને 'લી સુંગ જિન'(Lee Sung Jin)ના નામ પણ સામેલ છે. ગ્લોબલ ડિસર્પ્ટ્સની યાદીમાં દીપિકા એકમાત્ર ભારતીય સ્ટાર છે, જે વિશ્વ મંચ પર પોતાનું સ્થાન નીશ્ચીત કરે છે. આ પ્રસંગે દીપિકાનો પરિચય 'રૅકેટ ટુ રોકેટઃ ભારતની આૃર્યજનક સુપરસ્ટાર તરીકે કરવામાં આવ્યો હતો જે દરેક અવરોધ અને નિષેધને તોડવાના મિશન પર છે'. દીપિકાએ છેલ્લા 2 વર્ષમાં હિટ ફિલ્મો આપી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેણે વિશ્વના કેટલાક અગ્રણી પ્લેટફેર્મ્સ પર સતત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. બોલિવૂડથી ગ્લોબલ સુપરસ્ટાર બનવા સુધીની દીપિકાની સફર અનેક માઇલસ્ટોનથી ભરેલી છે. આ લિસ્ટમાં સામેલ થવા પર દીપિકા પાદુકોણે કહ્યું 'અલબત્ત, કોઈ ફિલ્મની સફળતા, બોક્સ ઓફિસ નંબર્સ અને એવૉર્ડસ મહત્ત્વના હોય છે, પરંતુ મારા માટે લોકો સાથે વિતાવેલો સમય અને ફિલ્મના સેટ પરનો અનુભવ સૌથી મહત્ત્વપૂર્ણ છે.'










