• બંગાળી અભિનેતા સાશ્વત ચેટરજી ફ્લ્મિ 'કલ્કિ 2898 એડી'માં કમાન્ડર માનસની ભૂમિકામાં જોવા મળ્યો હતો

  • ક્લાઈમેક્સમાં એક સીન છે જેમાં તે દીપિકા પાદુકોણના વાળ પકડીને ઢસડતો જોવા મળે છે.
  • મુંબઈમાં શૂટ થઈ રહ્યો હોવાથી તે દિવસે તેના પતિ રણવીરસિંહ પણ સેટ પર હાજર હતા

બંગાળી અભિનેતા સાશ્વત ચેટરજી તાજેતરમાં રિલીઝ થયેલી ફ્લ્મિ 'કલ્કિ 2898 એડી'માં કમાન્ડર માનસની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

ફ્લ્મિના ક્લાઈમેક્સમાં એક સીન છે જેમાં તે દીપિકા પાદુકોણના વાળ પકડીને ઢસડતો જોવા મળે છે. સાશ્વતે એક ઈન્ટરવ્યૂમાં આ સીન વિશે વાત કરી હતી. સાશ્વતે જણાવ્યું કે, જ્યારે આ સીન શૂટ થઈ રહ્યો હતો ત્યારે દીપિકા વાસ્તવમાં પ્રેગ્નેન્ટ હતી. આ સીન મુંબઈમાં શૂટ થઈ રહ્યો હોવાથી તે દિવસે તેના પતિ રણવીરસિંહ પણ સેટ પર હાજર હતા. આ દૃશ્ય જોઈને તે ચિંતિત હતો. કારણ કે તેમાં શારીરિક સંઘર્ષ ઘણો હતો. તેથી જ મેં રણવીરને કહ્યું, ચિંતા ન કરો, શારીરિક રીતે પડકારરૂપ દૃશ્યો માટે બોડી ડબલ્સ ઉપલબ્ધ છે' સાશ્વતે આગળ કહ્યું 'રણવીર સેટ પર ઘણી પોઝિટિવ એનર્જી લાવ્યો. તે એક જગ્યાએ શાંતિથી બેસી શકતો ન હતો. જ્યારે મેં તેની સાથે વાત કરી, ત્યારે મને ખબર પડી કે તે મેં વિચાર્યું તેના કરતાં વધુ નમ્ર છે.'

બોક્સ ઓફ્સિ કલેક્શનની વાત કરીએ તો 'કલ્કિ'એ તેની રિલીઝના 11મા દિવસે વિશ્વભરમાં 900 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે તેના હિન્દી વર્ઝને 11મા દિવસે 22 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે તે 200 કરોડની કમાણી કરનાર 'બાહુબલી 2' અને 'RRR' પછી ત્રીજી હિન્દી ડબ થયેલી તેલુગુ ફ્લ્મિ બની ગઈ છે. આ ફ્લ્મિે બીજા વીકેન્ડ પર 50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 1996થી બંગાળી ફ્લ્મિોમાં સક્રિય, સાશ્વતે 2012માં વિદ્યા બાલન અભિનીત 'કહાની' સાથે હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો. આ સિવાય તેણે 'જગ્ગા જાસૂસ', 'દિલ બેચારા', 'દોબારા' અને 'ધાકડ' જેવી ફ્લ્મિોમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં રિલીઝ થયેલી કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનન સ્ટારર ફ્લ્મિ 'ક્રૂ'માં પણ જોવા મળ્યા હતા.


  • Follow us on: