• રણધીર કપૂરે દીકરીઓના કરિયરમાં ઉપયોગી ના થઈ શકવાનો વસવસો ઠાલવ્યો

  • મારી પુત્રીઓ કરિશ્મા કપૂર અને કરીના કપૂરની કારકિર્દીથી ખૂબ જ ખુશ છું
  • હું વધારે મહેનત કરવા માગતો નથી, મેં ઘણી ફ્લ્મિોમાં કામ કર્યું છે

દિગ્ગજ અભિનેતા રણધીર કપૂર લાંબા સમયથી ફ્લ્મિોથી દૂર છે, પરંતુ તેમની પુત્રીઓ કરિશ્મા કપૂર અને કરીના કપૂરની કારકિર્દીથી ખૂબ જ ખુશ છે.એક જૂના ઈન્ટરવ્યૂમાં તેણે કરિશ્મા અને કરીનાના ફ્લ્મિી કેરિયર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમણે તેની પુત્રીઓની કારકિર્દીમાં કંઈપણ યોગદાન આપ્યું નથી અને તે એક ખરાબ પિતા છે.' 77 વર્ષના રણધીર કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'મને મારી બંને દીકરીઓ પર ગર્વ છે. તેમણે ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. હું આનો સંપૂર્ણ શ્રેય બબીતાને આપું છું જેણે બંને દીકરીઓને ઉછેરવા માટે સખત મહેનત કરી. જ્યારે કરિશ્મા અને કરીના નાના હતા ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ આટલા મોટા સ્ટાર બનશે. મને ખૂબ જ ગર્વ છે કે મારી દીકરીઓએ સફ્ળતા હાંસલ કરવા માટે સખત મહેનત કરી અને તેઓ મારી મદદ વગર સ્ટાર બની ગઈ'

ઈન્ટરવ્યૂમાં પોતાને ખરાબ પિતા ગણાવતા રણધીરે કહ્યું હતું કે 'હું ખરાબ પિતા રહ્યો છું અને હું થોડો પાગલ છું. બધા જાણે છે કે હું થોડો પાગલ છું, હું વધારે મહેનત કરવા માગતો નથી, મેં ઘણી ફ્લ્મિોમાં કામ કર્યું છે અને અત્યારે પણ મને ઑર્ફ્સ મળતી રહે છે પણ હું તેમને હા નથી કહેતો. મેં મારા જીવનમાં કમાણી કરી છે અને હવે મારા બાળકો મારા કરતા વધુ કમાઈ રહ્યા છે. મારી પાસે પૈસા, ખોરાક, કપડાં અને મકાન છે, તો મારે બીજું શું જોઈએ? આ ઉંમરે મારે સવારથી રાત સુધી અહીં-ત્યાં કેમ દોડવું? રણધીર કપૂરે 1971માં ફ્લ્મિ 'કલ, આજ ઔર કલ'થી અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું હતું.


  • Follow us on: