- દિલજીતે સુવર્ણ મંદિરમાં માથું ટેકાવી પાલકી સાહેબની સેવા પણ કરી
- દિલજીત દોસાંજે સાદા સફેદ કુર્તા અને કેસરી પાઘડી પહેરીને સુવર્ણ મંદિર પહોંચ્યા હતા
- શ્રી અકાલ તખ્ત સાહિબથી દરબાર સાહિબના મુખ્ય ગુરુઘરમાં લઈ જતી વખતે તેમણે સામાન્ય ભક્તની જેમ દર્શન કર્યા.
કોચેલ્લા વેલી મ્યુઝિક એન્ડ આર્ટ ફેસ્ટિવલમાં પરફેર્મ કરીને આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ગયેલા પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજે આ દિવસોમાં પંજાબના પ્રવાસે છે.
તેઓ આજે વહેલી સવારે અમૃતસર પહોંચ્યા હતા અને સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા. થોડા દિવસો પહેલાં તેઓ ચંદીગઢમાં હતા અને તેમણે વૃક્ષારોપણનો સંદેશ આપ્યો હતો. તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનો વીડિયો અપડેટ કર્યો છે. દિલજીત દોસાંજે વહેલી સવારે અમૃતસર પહોંચ્યા હતા. દિલજીત દોસાંજે સાદા સફેદ કુર્તા અને કેસરી પાઘડી પહેરીને સુવર્ણ મંદિર પહોંચ્યા હતા. ગુરુ ગ્રંથસાહિબને શ્રી અકાલ તખ્ત સાહિબથી દરબાર સાહિબના મુખ્ય ગુરુઘરમાં લઈ જતી વખતે તેમણે સામાન્ય ભક્તની જેમ દર્શન કર્યા અને ફૂલોની વર્ષા કરી. તેમણે સવારે અહીં પાલકી સાહેબની સેવા પણ કરી હતી. તેઓ ગુરુઘરમાં બેસીને કીર્તન સાંભળ્યા હતાં. દિલજીત થોડા દિવસ ચંડીગઢમાં હતા. દિલજીત દોસાંજે છેલ્લા કેટલાક દિવસોથી પંજાબના પ્રવાસે છે. હાલમાં જ તેમણે નીરુ બાજવા સાથે તેની તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરો ચંડીગઢની છે. સાથે સાથે તાજેતરમાં તેમણે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવાનો સંદેશ પણ આપ્યો હતો.










