દિલજીત દોસાંઝે દેશની રાજધાની દિલ્હીથી દિલ-લુમિનાટી ટૂર ઇન્ડિયા શરૂ કરી છે. જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં તેનો કોન્સર્ટ યોજાયો હતો જ્યાં તેણે તેના શાનદાર પ્રદર્શનથી દર્શકોના દિલ જીતી લીધા હતા. દિલજીત દોસાંઝનો આ કોન્સર્ટ બે દિવસ દિલ્હીમાં યોજાવાનો છે.
શનિવારે લાઈવ શોમાં ગાયક કાળો પોશાક, મેચિંગ પાઘડી અને ચશ્મા પહેરીને જોવા મળ્યો હતો. કોન્સર્ટની શરૂઆતમાં દોસાંઝે ત્રિરંગો ફરકાવ્યો હતો. આ પછી તેણે ધ્વજ સામે સલામી આપી હતી. આ પછી તેણે 'ઉડતા પંજાબ'ના 'લવર્સ', 'પતારા', 'ડુ યુ નો', 'ઇક કુડી' જેવા લોકપ્રિય ગીતો ગાઈને દર્શકોને ખુશ કર્યા હતાં. આ દરમિયાન દિલજીતે કહ્યું 'દિલ્હીમાં અમારું હાઉસફુલ થઈ ગયું હતું, ટિકિટો વેચાઈ ગઈ હતી. અમને આટલી ટિકિટ માટે જ પરવાનગી મળી છે, નહીં તો અમારે વચ્ચે સ્ટેજ બનાવીને સતત ત્રણ દિવસ સુધી પરફેર્મ કરત. આપ સૌનો આભાર અને કદર.










