- રિચા ચઢ્ઢાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના અને અલી ફ્ઝલના ઈન્ટરફેથ મેરેજ વિશે વાત કરી
- તમે તમારી પસંદગી પર અડગ છો અને તમારો પરિવાર તમને સપોર્ટ કરે છે
- જો પરિવારના સભ્યો સપોર્ટમાં હોય તો ઈન્ટરકાસ્ટ મેરેજમાં કોઈ તકલીફ પડતી નથી
બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના અને અલી ફ્ઝલના ઈન્ટરફેથ મેરેજ વિશે વાત કરી છે. રિચા હિંદુ છે જ્યારે અલી મુસ્લિમ છે, તો તેમના લગ્ન કેવી રીતે શક્ય બન્યા? આ વિશે રિચાએ કહ્યું 'જો તમે તમારી પસંદગી પર અડગ છો અને તમારો પરિવાર તમને સપોર્ટ કરે છે, તો તમને કોઈ ફરક પડતો નથી. જો પરિવારના સભ્યો સપોર્ટમાં હોય તો ઈન્ટરકાસ્ટ મેરેજમાં કોઈ તકલીફ પડતી નથી. જ્યારે તમે પ્રેમમાં પડો છો, તેમાં કોઈ ફ્લ્ટિર નથી, પ્રેમ ફ્ક્ત પ્રેમ છે. રિચાએ વધુમાં કહ્યું કે જ્યારે તે અલીને ડેટ કરી રહી હતી ત્યારે તે નહોતી ઈચ્છતી કે તેનો પરિવાર મીડિયાના ધ્યાન પર રહે અને કોઈ તેને હેરાન કરે. રિચાએ કહ્યું 'જ્યારે હું મારા પરિવારને અલી વિશે જણાવવા તૈયાર હતી ત્યારે અમે અમારા સંબંધોને જાહેરમાં સ્વીકારી લીધા હતા.' રિચાએ કહ્યું કે તેણે અલી સાથેના સંબંધોની પુષ્ટિ ત્યારે કરી હતી જ્યારે બંને 2017માં વેનિસ ફ્લ્મિ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે આ તેમના સંબંધની જાહેરાત કરવાની યોગ્ય તક છે.










