- મામા આમિર ખાન કામમાં વ્યસ્ત રહેતા હોવાથી મેં ક્યારેય તેમને મારા ડિપ્રેશન વિશે વાત નહી કરીઃ ઇમરાન ખાન
- બીજા મામા મન્સૂર સાથે ઘણો સમય વિતાવ્યો છે. બંનેએ મારા જીવન પર મોટી અસર કરી છે
- આખો દિવસ શૂટિંગ કર્યા પછી પણ અમે રાતે પણ શૂટિંગ કરતા
ઇમરાન ખાને આમિર ખાન સાથેના સંબંધો અને મુશ્કેલ સમયમાં તેમની મદદ ન લેવા અંગે ખુલાસો કર્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં તેણે આમિરને તેના જીવનમાં પિતા તરીકે ગણાવ્યો હતો.
યૂ-ટયૂબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇમરાને કહ્યું 'મેં આમિર ખાન અને મારા બીજા મામા મન્સૂર સાથે ઘણો સમય વિતાવ્યો છે. બંનેએ મારા જીવન પર મોટી અસર કરી છે. હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું. તેમનામાં સત્યને વળગી રહેવાની મજબૂત ભાવના છે. જ્યારે તે માને છે કે કંઈક સાચું છે, ત્યારે તે ક્યારેય પીછેહઠ કરતા નથી. અમે ડબલ શિફ્ટમાં કામ કર્યું છે. આખો દિવસ શૂટિંગ કર્યા પછી પણ અમે રાતે પણ શૂટિંગ કરતા. હું સંપૂર્ણપણે થાકી જતો હતો, પરંતુ તેઓ સતત કામ કરતા હતા.' જો કે, આમિર ખાનના કામ પ્રત્યેના જુસ્સાએ પણ તેમને થોડા અનુપલબ્ધ બનાવી દીધા છે. ઇમરાને કહ્યું કે, તેણે આમિર સાથે તેના ડિપ્રેશન વિશે વાત નથી કરી કારણ કે તે ખૂબ જ વ્યસ્ત હતા. ઇમરાને કહ્યું, 'આમિર કાન પ્રત્યે મારી નિકટતા અને આદર હોવા છતાં, હું કહેવા માંગુ છું કે તે ખૂબ જ વ્યસ્ત હોય છે. અમે ભાગ્યેજ મળીએ છીએ. આમિર એક સાથે ત્રણ ફિલ્મોમાં વ્યસ્ત હતા. તેથી, અમારી વાતચીત માનસિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ સુધી પહોંચી ન હતી. હા, પણ મારી માતાએ મને મદદ કરી હતી. તાજેતરમાં રણબીર કપૂરે પણ કહ્યું હતું કે 'આમિર ખાને અંગત સંબંધોનું ધ્યાન રાખ્યું નથી કારણ કે તે તેની કારકિર્દીને પ્રાથમિકતા આપે છે.'
