• હું અમિતજી,જયા મોડી રાત્રે લોંગ ડ્રાઈવ પર જતાં: ફરીદા

  • તેમણે જયા અને બિગ બીને ઝઘડો કરતા પણ જોયા છે
  • જયા રડતા અને બિગ બી તેમને સાંત્વના આપતા

એક્ટ્રેસ ફરીદા જલાલે હાલમાં જ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન વચ્ચેના સંબંધો વિશે વાત કરી હતી. ફરીદાએ જણાવ્યું કે 'તે બંને સાથે કોફી ડેટ પર અને લેટ નાઇટ સુધી ડ્રાઇવિંગમાં જતા હતા. તે બંને સાથે જવા માગતા નહોતા કારણ કે તેમને વહેલું સૂવું હતું.

 જો કે, આ પછી પણ તેઓ ફરીદાને ચોક્કસપણે તેમની સાથે લઈ જતા હતા.તેમણે જયા અને બિગ બીને ઝઘડો કરતા પણ જોયા છે. તેમણે કહ્યું કે બંને નાની-નાની વાત પર લડતા હતા. જયા રડતા અને બિગ બી તેમને સાંત્વના આપતા. ફરીદાએ કહ્યું કે ત્રણેયએ સાથે ઘણો સારો સમય વિતાવ્યો છે. જયા લાંબા સમયથી તેની મિત્ર છે. નોંધનીય છે કે, ફરીદાએ જયા અને બિગ બી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ ફરીદા સંજય લીલા ભણસાલીની સિરિયલ 'હીરામંડી'માં જોવા મળ્યાં હતાં. ફરીદા જલાલ કહ્યું કે, 'મેં તેમને લડતા પણ જોયા છે. જયા રડતા અને અમિતજી તેમને મનાવવા આવતા. મને આ જોઈને ખૂબ સારું લાગતું હતું. મારી જયા સાથે લાંબા સમયથી મિત્રતા છે. હું તેમને પ્રેમથી જિયા કહું છું.'


  • Follow us on: