ઇન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) નો 25મો એવોર્ડ સમારોહ 8 અને 9 માર્ચે જયપુરમાં યોજાયો હતો. જેમાં શનિવારે IIFA ડિજિટલ એવોર્ડ અને રવિવારે આઈફ મેઇન એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં થિયેટરોમાં રિલીઝ થયેલી ફિલ્મોને એવોર્ડ મળ્યા હતા.
આ વખતનો આઈફા એવોર્ડ સમારોહ ગુજરાતીઓ માટે ખાસ બની રહ્યો, તો ગર્વનો પ્રસંગ પણ બની રહ્યો. કારણ કે, પહેલીવાર બે ગુજરાતીઓને આઈફા એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિઁગ રોલમાં જાનકી બોડીવાલાને એવોર્ડ મળ્યો. જાનકી બોડીવાલાને ફિલ્મ શૈતાનમાં અભિયન બદલ આ એવોર્ડ મળ્યો છે. બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનના હસ્તે જાનકી બોડીવાલાએ એવોર્ડ સ્વીકાર્યો હતો. તો બેસ્ટ સ્ક્રીનપ્લે માટે સ્નેહા દેસાઈએ એવોર્ડ જીત્યો હતો. જેમાં કાર્તિક આર્યનને 'ભુલભુલૈયા-3' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'લાપતા લેડીઝ'ને બેસ્ટ ફિલ્મની સાથે વધુ 9 એવોર્ડ મળ્યા હતા. આ સિવાય આ એવોર્ડ નાઈટમાં શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, કરીના કપૂર, શાહિદ કપૂર અને કાર્તિક આર્યન સહિતના સ્ટાર્સે પણ પરફોર્મ કર્યું હતું. તે જ સમયે, કાર્તિકે પણ કરણ જોહર સાથે આ ઇવેન્ટ હોસ્ટ કરી હતી. ચાલો હવે તમને આઈફા મેન એવોર્ડના વિજેતાઓની યાદી જણાવીએ.
કોને કઈ કેટગરીમાં એવોર્ડ મળ્યાઃ
ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિઃ રાકેશ રોશન
શ્રોષ્ઠ અભિનેતાઃ કાર્તિક આર્યન (ભુલભુલૈયા-3)
શ્રોષ્ઠ સહાયક અભિનેત્રી જાનકી બોડીવાલા (શૈતાન)
શ્રોષ્ઠ વિલનઃ રાઘવ જુયાલ (કિલ)
બેસ્ટ ડેબ્યૂ એક્ટરઃ લક્ષ્ય લાલવાણી (કિલ)
બેસ્ટ ડેબ્યુડિરેક્ટરઃ કુણાલ ખેમુ (માર્ગો એક્સપ્રેસ)
ડિજિટલ ફ્લ્મિ એવોર્ડ આ દિગ્ગજોને મળ્યા
શ્રોષ્ઠ ફિલ્મ-અમરસિંહ ચમકીલા
શ્રોષ્ઠ દિગ્દર્શક-ઈમ્તિયાઝ અલી (અમરસિંહ ચમકીલા)
શ્રોષ્ઠ વાર્તા-કનિકા ધિલ્લોન (દો પત્તી)
શ્રોષ્ઠ અભિનેતા-વિક્રાંત મેસી (સેક્ટર 36)
શ્રોષ્ઠ અભિનેત્રી-કૃતિ સેનન (દો પત્તી)
શ્રોષ્ઠ સહાયક અભિનેતા-દીપક ડોબરિયાલ (સેક્ટર 36)
શ્રોષ્ઠ સહાયક અભિનેત્રી-અનુપ્રિયા ગોએન્કા (બર્લિન)
ડિજિટલ સિરીઝ એવોર્ડ આ દિગ્ગજોને મળ્યા
શ્રોષ્ઠ શ્રોણી-પંચાયત-3
શ્રોષ્ઠ દિગ્દર્શક-દીપકકુમાર મિશ્રાા (પંચાયત-3)
બેસ્ટ સ્ટોરી ઓરિજિનલ કોટા ફેક્ટરી-3
શ્રોષ્ઠ અભિનેતા-જિતેન્દ્રકુમાર (પંચાયત-3)
શ્રોષ્ઠ અભિનેત્રી-શ્રોયા ચૌધરી (બંદિશ બેન્ડિટ્સ-2)
શ્રોષ્ઠ સહાયક અભિનેતા (અભિનેતા) ફૈઝલ મલિક (પંચાયત-3)
સર્વશ્રોષ્ઠ સહાયક અભિનેતા (અભિનેત્રી) સંજિદા શેખ (હીરામંડી ડાયમંડ બજાર)
બેસ્ટ ટાઇટલ ટ્રેક-ઇશ્ક હૈ... અનુરાગ સૈકિયા (બેમેચ-3)
બેસ્ટ ડાકોઈટ સિરીઝ-યો યો હનીસિંહ ફેમસ
શ્રોષ્ઠ રિયાલિટી સિરીઝ- ફેબ્યૂલસ લાઇવ્સ વિ બોલિવૂડ વાઈવ્સ