• બોલિવૂડ એક્ટર પરેશ રાવલે મુંબઈના એક પોલિંગ બૂથ પર પોતાનો મત આપ્યો

  • બોલિવૂડ હસ્તીઓએ મુંબઈની વિવિધ બેઠકો પરથી મતદાન કર્યુ હતું
  • લોકો મતદાન નથી કરતા તેમના માટે કેટલીક જોગવાઈઓ હોવી જોઈએ,જેમ કે ટેક્સમાં વધારો અથવા કોઈ અન્ય સજા

પરેશ રાવલે મુંબઈના એક પોલિંગ બૂથ પર પોતાનો મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ મીડિયાને પોતાની આંગળી પરની શાહી બતાવી અને ચૂંટણીમાં મત ન આપનારાઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 'લોકો મતદાન નથી કરતા તેમના માટે કેટલીક જોગવાઈઓ હોવી જોઈએ, જેમ કે ટેક્સમાં વધારો અથવા કોઈ અન્ય સજા.' પોતાનો મત આપ્યા પછી અભિનેતા પરેશ રાવલે મીડિયા સાથે વાત કરી અને ચૂંટણીમાં ભાગ લેવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. અભિનેતાએ કહ્યુ 'તો પછી તમે કહેશો કે, સરકાર આ નથી કરતી, તે નથી કરતી. જો તમે આજે મતદાન નહીં કરો તો, સરકાર નહીં, તમે જવાબદાર હશો.' પરેશ રાવલે નાગરિકોને તેમની નાગરિક ફરજો માટે જવાબદારી નિભાવવા વિનંતી કરી હતી. રાવલે મતદાન ન કરનારને સજા કરવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે કહ્યું 'જે લોકો મતદાન નથી કરતા તેમના માટે કેટલીક જોગવાઈઓ હોવી જોઈએ, જેમ કે ટેક્સમાં વધારો અથવા કોઈ અન્ય સજા.' સવારે અક્ષય કુમાર, શાહિદ કપૂર, સાન્યા મલ્હોત્રા, રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂર સહિત બોલિવૂડ હસ્તીઓએ મુંબઈની વિવિધ બેઠકો પરથી મતદાન કર્યુ હતું.


  • Follow us on: